કાલોલ મામલતદારની ટીમ દ્વારા હોટલો અને લારીઓમાં વ્યવસાયિક ઉપયોગ કરતા ઘરેલું રાઘણ ગેસના 14 બોટલ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

  • પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ.

કાલોલ, કાલોલ મામલતદાર વાય જે પુવાર તેમજ પુરવઠા વિભાગની ટીમ દ્વારા મંગળવારે સાંજે કાલોલ તેમજ નજીકના વિસ્તાર માંથી ઘરેલુ રાંધણ ગેસના બોટલનો ઉપયોગ કરતા હોટલો, ડાઇનિંગ હોલ, ખાણી પીણીની લારીઓમાં આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત હાઇવે પર આવેલ હોટેલ, ડાઇનિંગ હોલ અને લારીઓમાં નિયમોનો ભંગ કરી ઘરેલુ રાંધણ ગેસના બોટલોનો ઉપયોગ કરતા તત્વો ઉપર કાર્યવાહી કરી 14 ઘરેલુ રાંધણ ગેસના બોટલો કબજે કર્યા છે. તયારે પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારીની સૂચના મુજબ મામલતદારની કાર્યવાહીને કારણે કોમર્શિયલ બોટલ ને બદલે ઘરેલુ રાંધણ ગેસ વાપરતા વેપારીઓ મા ભારે ફફડાટ ફેલાયો છે.