કાલોલ મામલતદાર દ્વારા ખડકી ટોલનાકા પાસે થી ગેરકાયદેસર રેતી ભરેલ એક હાઇવા ડમ્પરને ઝડપી પાડયું

  • ગેરકાયદેસર રેતી ખનન કરી સ્ટોક કરી રાખતા ખનન માફીયાઓ સામે કાર્યવાહી કયારે થશે.
  • અગાઉ ચલાલી ઘુસર સહિત વિસ્તારમાંથી ગેરકાયદેસર સ્ટોક ઝડપાયા હતા.
  • ખનન માફિયાઓ ગામે ગામ સક્રિય સોશિયલ મીડિયા દ્વારા દરેક અધિકારીઓ ઉપર બાજ નજર.
  • ખનન માફિયાઓના હાઇવેની દરેક ચોકડી ઉપર ધામા અધિકારી ઓની ગાડી કયા સુધી પહોચી હોવાની ખબર.

કાલોલની ગોમા નદી તેમજ ચલાલી રોયણ સુરેલી ઘૂસર તેમજ પંચમહાલ જીલ્લાની વિવિધ ગામોની નદીઓમાં ખુલ્લેઆમ બેરોકટોક ખનન થય રહયું છે અને ખનન માફીયા દ્વારા રાત દિવસ ખુલ્લેઆમ પ્રશાસનને પડકાર આપી રેતી અને માટીનું ચોરી કરવામાં આવી રહયું છે અને સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોચાડી ખનન માફિયા તેમજ રેતી લીઝ ધારકો લાખો રૂપિયા કમાણી કરી ગંબ્બર બની ગયા છે.

ત્યારે મામલતદાર દ્વારા કાલોલ તાલુકાના ખડકી ટોલનાકાના નજીક થી કાલોલ તાલુકાના ચલાલી ગોમા નદીના પટ માંથી ગેરકાયદે રેતી વહન કરતા તત્વો સામે તાલુકા પ્રશાસને નક્કર કાર્યવાહી કરી રેતી ભરીને લઈ જવાતી એક હાઇવા ડમ્પર ટ્રકને ઝડપીને સરકારી તિજોરીને ફટકો મારતા ખનીજ માફિયાઓ વિરોધ નક્કર કામગીરી કરી હાઇવા ડમ્પર કબજે કરી ગેરકાનૂની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરતા ગેરકાયદે રીતે ખનન અને વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર પુરવઠા કામ અર્થે નિકળેલા હતા ત્યારે ખડકી ટોલનાકા નજીક સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ચલાલી ગોમા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રેતી ભરીને આવતી એક હાઇવા ડમ્પર નંબર GJ-23-AT-7266 ના ચાલકને પકડી તેની પાસે રોયલ્ટી બાબતે પુછપરછ કરતા તેની પાસે રેતી ખનન વહન કરવા બાબતનો કોઈ રોયલ્ટી પાસ પરમીટ ન હોઇ અને ગેરકાયદેસર રેતી ચોરી કરીને લાવેલ હોય જેથી કાલોલ મામલતદાર દ્વારા હાઇવા ડમ્પરને કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકાવી ખાણ ખનીજ વિભાગને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ હાઈવા ડમ્પર ચાલક દ્વારા ગેરકાયદેસર રેતી ચોરીને લઈ જવાતી હોવાથી હાઈવા ડમ્પરના ચાલક દ્વારા આગળની નંબર પ્લેટ ઉપર કલર અથવા ડામર જેવું કલર કરી ગેરકાયદેસરની પ્રવુતિ કરી સરકારી અધિકારીઓની આંખોમાં ધુળ નાખી રાત દિવસ રેતી ચોરી કરી અધિકારીઓને ખુલ્લેઆમ પડકાર આપી રાત દિવસ ખુલ્લેઆમ રેતી અને માટીનું ચોરી કરવામાં આવી રહયું છે. જેથી પંચમહાલ જીલ્લા પ્રશાસન દ્વારા કડક અમલવારી કરી ગેરકાયદેસર રીતે ચોરી અટકાવી સરકરી તિજોરીને થતું લાખો રૂપિયાનું નુકશાન અટકાવે તે જરૂરી બન્યું છે.