કાલોલ મામલતદાર દ્વારા આર્થિક સધ્ધરતા ધરાવતા રેશનકાર્ડ ધારકોએ એન.એફ.એસ.એ. માંથી 31 મી મે સુધી નામ કરી કરવા સુચન કરાયું

કાલોલ, કાલોલ તાલુકા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ દ્વારા સરકારના તા.22/07/2014 તથા 14/03/2023ના ઠરાવની જોગવાઈ મુજબ રેશનકાર્ડ વિતરણ કરવામાં આવતું અનાજ ફકત ગરીબો માટેની યોજના છે. જેમાં 4 પૈડાવાળું વાહન ધરાવતા, કુટુંબનો સભ્ય સરકારી કર્મચારી હોય, કુટુંબના સભ્ય માસીક 15,000/-થી વધુ આવક ધરાવતો હોય, કુટુંબના સભ્ય આવકવેરો (ઈન્કમટેકસ) વ્યવહાર વેરો ચુકવતો હોય, નિયત ધારાધોરણ કરતા વધુ ખેતીની જમીન ધરાવતા હોય, સરકારી પેન્શન મેળવતા હોય, કુટુંબ આર્થિક સુખાકારી સધ્ધરતા ધરાવતા હોય આવા રેશનકાર્ડ ધારકોએ 31/05/2023 સુધી એન.એફ.એસ.એ. યોજના અંતર્ગતનું રેશનકાર્ડ યોજના માંથી સ્વૈચ્છાએ રદ કરવા મામલતદાર કચેરી કાલોલ ખાતે રેશનકાર્ડ નકલ સાથે અરજી કરવાની રહેશે. 1 જુન 2023 પછી તપાસ હાથ ધરી આર્થીક સુખાકારીના પુરાવા મળશે તો વહીવટી તંત્ર દ્વારા નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવાયું.