કાલોલ તાલુકાના ડેરોલ રેલ્વે સ્ટેશન ખાતે કોરોના સમય બાદ બે એક્સપ્રેસ ટ્રેનનું પુન: સ્ટોપેજ કરાવતા લોકોમાં ખુશીનો માહોલ

કાલોલ,
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતેના ડેરોલ જકશન આવેલ છે. દિલ્હી મુંબઈ ને જોડતા રેલ્વે ટ્રેક પર બાંદ્રા-બરોની-બાંદ્રા 19038 તેમજ ગાંધીનગર-ઇન્દોર-ગાંધીનગર 19310 એક્સપ્રેસ આમ બે ટ્રેનો કોરોના સમયકાળ દરમ્યાન બંને ટ્રેનોના સ્ટોપેજ ડેરોલ રેલવે જંકશન ખાતે બંધ કરવામાં આવ્યા હતા.

પરંતુ બે વર્ષ ના કોરોના કકાડ બાદ ડેરોલ રેલવે સ્ટેશન ખાતે સ્થાનિક લોકો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા રેલવે તંત્રને પુન: બન્ને ટ્રેનોના સ્ટોપેજ કરવા માટે રજૂઆત કરી હતી. જેના પગલે સોમવારની સાંજે ડેરોલ રેલ્વે ટ્રેક પરથી પસાર થતી બાંદ્રા-બરોની-બાંદ્રા 19310 ને પુન: સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. રેલ્વે એસ.સી.એમ. નીલમ ચૌહાણ, પશ્ચિમ રેલવે સમિતિના પ્રમુખ વિનોદભાઇ બ્રહ્મભટ્ટ, પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, કાલોલ તાલુકા મંડળ પ્રમુખ નરેન્દ્રભાઈ ગોહિલ, તેમજ સ્થાનિક આગેવાનો એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ કરી ફુલહાર ચઢાવી ડ્રાઈવરનું મોં મીઠું કરાવી મુસાફરોના દિલ જીત્યા હતા. જો કે સદર કામગીરીમાં ડેરોલ સ્ટેશન ખાતેના પશ્ચિમ રેલવે પ્રમુખ વિનોદભાઈ બ્રહ્મભટ્ટ, તેમજ પંચમહાલ જિલ્લા સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા અવાર-નવાર રેલવે તંત્રને રજૂઆત કરી પુન: સ્ટોપેજ આપવી કાલોલ તાલુકાની પ્રજા નો દિલ જીત્યું હતું.