- તપાસ અધિકારી પહોંચે તે પહેલા દુકાન બંધ.
કાલોલ,
કાલોલ સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો 407 ટેમ્પોમાં ભરીને ખાનગી અનાજના વેપારીને વેચાણ કરવાના જવાના મામલે કાલોલ પુરવઠા અધિકારી તપાસમાં ગયા હતા પરંતુ કાલોલના લાલ દરવાજા ખાતે આવેલ દુકાનનો વેપારી અધિકારી તપાસમાં પહોંચે તે પહેલા દુકાન બંધ કરી ભાગી ગયો હતો. જયારે 407 ટેમ્પાને સગેવગે કરવામાં આવ્યો હતો. આ તમામ ધટનાક્રમ દેખતા કાલોલ મામલતદાર કચેરીના પુરવઠા વિભાગના અધિકારી-કર્મચારીઓ અને સસ્તા અનાજનુ બારોબાર વેચાણ કરતા સંચાલક વચ્ચેના સંબંધો જાળવવા માટે આવો મામલો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાને નકારી શકાય નહિ.
કાલોલ અને તાલુકામાં સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબો માટે આવતા અનાજને બારોબાર વેચવાનો કે કાર્ડધારકોને ઓછો આપવાનો કિસ્સાઓ અગાઉ સામે આવી ચુકયા છે.અને કાલોલમાં સરકારી અનાજનુ મોટુ કોૈભાંડ પણ સામે આવ્યુ હતુ. ત્યારબાદ સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલકો ગરીબ લાભાર્થીઓના હકક નહિ મારે તેવી આશા હતી. હાલ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને સસ્તા અનાજની દુકાનોમાંથી રાહતદરની જગ્યાએ મફત અનાજનુ વિતરણ કરાઈ રહ્યુ છે તેમાં પણ સસ્તા અનાજની દુકાનના સંચાલકો ગરીબના હક મારી રહ્યા છે. કાલોલના એક સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી કાર્ડ ધારકોના વિતરણ માટે આવેલ અનાજનો જથ્થો બારોબાર વેચવા માટે 407 ટેમ્પામાં ભરીને લાલ દરવાજા વિસ્તારમાં ખાની અનાજની ખરીદી કરતા વેપારીને ત્યાં વેચવા જાય તે પહેલા હોબાળો મચી જવા પામ્યો હતો. અને સરકારી અનાજનો જથ્થો ટેમ્પામાં ભરીને સગેવગે કરવાનો મામલો કાલોલ મામલતદાર કચેરી સુધી પહોંચતા કાલોલ મામલતદાર કચેરીના પુરવઠા અધિકારી તપાસ માટે વેપારીની દુકાન ઉપર પહોંચ્યા હતા તે પહેલા દુકાનદાર દુકાન બંધ કરી દીધી હતી. સાથે સરકારી અનાજ ભરેલ 407 ટેમ્પો પણ સગેવગે કરી દેવામાં આવ્યો હતો. સામાન્ય પ્રશ્ર્ન થાય છે કે, મામલતદાર કચેરી પુરવઠા અધિકારી-કર્મચારી સરકારી અનાજને સગેવગે કરવાની તપાસમાં દુકાન ઉપર પહોંચે તે પહેલા દુકાન બંધ કરી વેપારી ચાલ્યા જાય તે પુરવઠા વિભાગ-સસ્તા અનાજના દુકાનના સંચાલક અને સરકારી અનાજ વેચાણ રાખતા વેપારી વચ્ચો એવા કયા સોર્સિસ હશે કે અધિકારી પહોંચે તે પહેલા દુકાન બંધ થઈ જાય અને ટેમ્પો પણ સગેવગે થાય તે તમામ બાબત પુરવઠા વિભાગની રહેમ નજર હેઠળ વહીવટ ચાલતો હોવાથી ટેમ્પો વેપારીને ત્યાંથી અનાજ ન ઝડપાયુ હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. ત્યારે જોવાનુ રહ્યુ કે, કાલોલ મામલતદાર કચેરી પુરવઠા વિભાગ તપાસ કરશે કે મામલો થાળે પાડશે…?