કાલોલમાં નેસડા ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠા પર માટી ખનન કરતા જેસીબી ઝડપ્યુ

કાલોલ, કાલોલ તાલુકાના નેસડા ગામની સીમમાં ગેરકાયદે ઈંટોના ભઠ્ઠા પર ખાણ ખનીજ વિભાગે રેડ પાડી જેસીબી જપ્ત કર્યુ હતુ.

કાલોલ તાલુકા વિસ્તારમાં ખેતીલાયક જમીનના માલિકને લાલચ આપીને ગેરકાયદે અનેક ઈંટોના ભઠ્ઠાઓ ધમધમતા જોવા મળે છે. ઈંટોના ધંધો કરતા વેપારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોની જમીન ભાડા પટ્ટા પર લઈ અપુરતી મંજુરીઓ લઈને કેટલાક ભઠ્ઠાઓ શરૂ કરી દેવાયા છે.જેમાં ભઠ્ઠા શરૂ કરવા માટે જરૂરી માટીના ખોદકામ, લેવલ અને ફેરબદલ કરવા માટે સરકારી કચેરીઓમાંથી મંજુરી મળે તે પહેલા ભઠ્ઠા માલિકો જેસીબી અને ટ્રેકટરો દ્વારા માટી ખોદકામ, લેવલ અને ફેરબદલીનુ કામકાજ શરૂ કરી દેતા હોય છે. જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન નેસડા ગ્રામ પંચાયતની હદમાં રોડ પરના એક ઈંટોના ભઠ્ઠા ઉપર માટી કામ કરતા જેસીબીને ખનીજ વિભાગને ટીમે ઝડપી પાડીને જેસીબી મશીનના માલિક અને ભઠ્ઠા માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.