કાલોલમાં મેધરાજાનની તોફાની બેટીંગથી સોસાયટીઓ તેમજ પાલિકામાં પાણી ભરાયા

પંચમહાલ જીલ્લાના કાલોલમાં શ્રાવણ મહિનામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી સતત ચાર કલાકથી બપોરના સુમારે વરસાદ ચાલુ થયો બપોરના એક વાગ્યે વરસાદ બારે મેઘ ખાંગા થયો કાળા ડીબાંગ વાદળો સાથે મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી કાલોલ નગરના મુખ્ય માર્ગો નગરપાલિકા વિસ્તાર અને નગરપાલિકામાં પાણી ભરાયા કાલોલ નગરમાં આવેલ સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા. દર વર્ષની જેમ કાલોલ નગરપાલિકામાં ઘુંટન સમા પાણી ભરાયા પ્રમોશનની પોલ ઉઘડી ગઈ દર વર્ષે પ્રિમોન્સુન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં પણ દર વર્ષે પરિણામ શૂન્ય આવે છે. નગરપાલિકામાં અને આજુબાજુ વિસ્તારમાં નદીઓમાં પૂર આવતા હોય તે રીતે પાણીમાં ફેરવાઈ જાય છે.

નગરપાલિકા વિસ્તાર તો જાણે નદીમાં નગરપાલિકા ના ઉભી હોય તેવું લાગે છે. સમગ્ર નગરના મુખ્ય માર્ગો પર ધુંટન સમા પાણી ભરાયા હતા. જેના કારણે રસ્તા પર અવરજવર કરનારા નગરજનો મુશ્કેલીમાં મુકાયા હતા. વાહન ચાલકોએ પણ પારાવીરો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાકના વાહનો તો વરસાદના પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયા હતા. કેટલીક ફોરવીલરોમાં પાણી ભરાય જાય માલિક ત્યાં રસ્તા પર જ છોડી જતા રહ્યા હતા. આમ ભારે વરસાદને કારણે વાહનોમાં નુકસાન જોવા મળ્યું હતું. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાયા હતા. જેના કારણે ઘરોમાં અનાજ અને ઘરવખરી પલળી જવા પામી હતી. કાલોલ નગરમાં જાણે ભરતી આવી હોય તેવા વાતાવરણ સર્જાયા હતા. પાલિકા તંત્ર એ તાબડતોડ જેસીબી લગાવી પાણી નિકાલ કરવાનું કાર્ય શરૂ કર્યું હતું. થોડાક કલાકોમાં ગટરો સાફ થવાને કારણે પાની ઓસરી જશે તેવું લાગી રહ્યું છે.