પંચમહાલ જીલ્લામાં રોડ ઉપર થી રાત્રિના સમયે મગર ધીમા પગે પસાર થતો વીડીયો સોસિયલ મિડીયામાં વાઇરલ થયો હતો. વાઇરલ વિડીયોમાં મગર અાગળ ચાલતો હતો અને પાછળ વાહનો તેની પાછળ ધીમી ગતિઅે અાવી રહ્યા હતા. બિન્દાસ ટહેલતા મગરનો વાઇરલ વિડીયો કાલોલ તાલુકાના બોરૂ ગામની કેનાલ પાસેનો હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
કેનાલ નજીકથી મગર બહાર નીકળી જતા સ્થાનિકોમા પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલ આ વિડીયો સોશિયલ મિડીયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. નર્મદા મુખ્ય કેનાલમાં મગરોની સંખ્યામાં ઉત્તરો ઉત્તર વધારો થઇ રહ્યો છે.
