કાલોલ, કાલોલના માતાવાળા ફળિયામાં રહેતા કિરીટભાઈ ચંદુભાઈ રાઠોડ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ રવિવારના રોજ તેઓના ફળિયામાં જશવંતભાઈના છોકરાનું લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડામાં ખરાબ ચેનચાળા કરતા અજયભાઈ ચંદુભાઈ સોલંકી તેમજ કાર્તિક ઉર્ફે લાલો રમેશભાઈ સોલંકી અને પ્રદીપભાઈ ગણપતભાઈ સોલંકી તથા મયુરભાઈ ભગવાનભાઈ સોલંકીને ફરિયાદી કિરીટભાઈ તેમજ તેઓના નાનાભાઈ હસમુખભાઈએ ઠપકો આપેલ અને આવા ખોટા ચેનચાળાના કરશો તેવું જણાવેલ તયારે રાત્રિના સુમયે વરઘોડો પૂર્ણ થઈ ગયા બાદ હસમુખભાઈ ચંદુભાઈ રાઠોડ પોતાના ઘરેથી કુદરતી હાજતે જવા માટે ગયા હતા અને ત્યારબાદ તેઓ લોહી લુહાણ હાલતમાં ઘરે આવ્યા હતા અને બેભાન થઈ ગયા હતા. તેઓને તાત્કાલિક કાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ભાનમાં આવતા તેઓએ જણાવેલ કે, વરઘોડામાં આપેલા ઠપકાની અદાવત રાખીને ગોમાં નદીના તરફ થી પરત ઘેર આવતા હતા. ત્યારે ચારેવ ઈસમો તેઓને મળ્યા હતા અને ગંદી ગાળો બોલી, વરઘોડામાં તું અમને શું ઠપકો આપતો હતો તેમ કહી અજયે ગળું પકડી પાડ્યું હતું. તેમજ કાર્તિક અને પ્રદીપ એ ગડદા પાટુનો માર માર્યો હતો. મયુરે પોતાના હાથમાંનો છરો બરડાના ભાગમાં મારી દેતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. ચારેય ઈસમો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે બાબતની ફરિયાદ કિરીટભાઈએ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.