પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાં વધુ એક મહાકૌભાંડ : મધવાસ જી.આઇ.ડી.સી.માંથી ગેસ બોટલ રીફલીંગ કરવાનું મહાકૌભાંડ ઝડપાયું.

  • GO ગેસ કંપનીના બોટલમાં OK ગેસ કંપની દ્વારા કરવામાં આવતું હતું અનઅધિકૃત રીફલીંગ.
  • પ્રમુખ પેટ્રોલિયમ નામની કંપનીમાં કોર્મશીયલ ગેસ બોટલોને અનઅધિકૃત રીતે રીફલીંગ કરી માર્કેટમાં વેચવામાં આવતાં હતા.
  • જીલ્લા પુરવઠા અને કાલોલ મામલતદારની ટીમો દ્વારા રેઈડ કરતાં 408 જેટલા બોટલો અને 10,85,000/-રૂા.ના મુદ્દામાલ સીઝ કરાયો.
  • કૌભાંડના બનાવોમાં કાલોલ તાલુકો હબ સેન્ટર બનશે…?

કાલોલ તાલુકાના મધવાસ સ્થિત જીઆઇડીસીના એલપીજી ગેસ બોટલ રિફીલિંગ પ્લાન્ટમાં અન્ય કંપનીના ગેસ બોટલ અનઅધિકૃત રીતે રિફીલિંગ કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. પ્રમુખ પેટ્રોલિયમ રિફીલિંગ પ્લાન્ટ ખાતે ઘસ ની ગેસ એજન્સીના લાયસન્સ હેઠળ OK ગેસ કંપનીનું રિફિલિંગ કરવાનું કૌભાંડ GO ગેસ કંપનીની ટીમ દ્વારા ઝડપી તંત્રને જાણ કરવામાં આવી હતી. જે આધારે જિલ્લા પુરવઠા અને કાલોલ મામલતદારની ટીમે પ્રમુખ પેટ્રોલિયમ માંથી GO અને OK બન્ને કંપનીના 408 એલપીજી બોટલોનો 11.55 લાખનો જથ્થો સીઝ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છેકે, કોમર્શિયલ ગેસ બોટલ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત હોટેલ અને મોટા રસોડામાં પણ ઉપયોગ કરવામાં આવતાં હોય છે. જે સંજોગોમાં ક્યારેક લીકેજ અથવા બ્લાસ્ટ થાય ત્યારે જવાબદાર GO ગેસ કંપની થવાની શકયતાઓને લઈ કંપની સંચાલકો એક્શનમાં આવ્યા છે.

કાલોલ તાલુકાના મધવાસ સ્થિત જીઆઇડીસી વિસ્તારમાં આવેલી પ્રમુખ પેટ્રોલિયમ એલપીજી ગેસ બોટલ રિફીલિંગ પ્લાન્ટમાં અનઅધિકૃત રીતે ગો ગેસ કંપનીના કોમર્શિયલ ગેસ બોટલો રિફીલિંગ કરી બજારમાં વેચાણ કરવામાં આવતું હોવાની જાણકારી GO ગેસ કંપની સંચાલકોને થઈ હતી. જે આધારે કંપની સંચાલકોએ રેકી કર્યા બાદ તંત્રને જાણ કરી હતી. દરમિયાન પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ અને કાલોલ મામલતદારની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પ્રમુખ પેટ્રોલિયમ કંપનીના ગેસ એજન્સીના લાયસન્સ ધારક પાસે OK બ્રાન્ડના એલપીજી ગેસ બોટલ રિફીલિંગ કરવાનું લાયસન્સ હતું. તેમ છતાં તેના દ્વારા GO ગેસ કંપનીના બોટલ પણ રિફિલિંગ કરવામાં આવતું હોવાનું પણ સ્થળ ઉપર મળી આવ્યું હતું. જેથી પુરવઠા નિરીક્ષક અને કાલોલ મામલતદારની ટીમ દ્વારા GO કંપનીના 21 કિલો વજનના ભરેલા 13 બોટલ, જ્યારે GO કંપનીના 15 કિલો વજનના 135 બોટલ ઉપરાંત ખાલી 395 બોટલ મળી આવ્યા હતા. જ્યારે OK કંપનીના 21 કિલોના ભરેલા 59 બોટલ મળી આવ્યા હતા. જે કબ્જે લઈ 11.55 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. જોકે, પ્રમુખ પેટ્રોલિયમના સંચાલક દ્વારા પોતાની પાસે પરમીશન હોવાનું અને ગો ગેસ કંપનીના બોટલ તેઓએ વેચાણ રાખ્યા હોવાનો સ્વબચાવ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ પાસે GO ગેસ રિફીલિંગ કરવાની પરમીશન નહિં હોવાનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો.

પ્રમુખ પેટ્રોલિયમકોમર્શિયલ એલપીજી ગેસ બોટલ રિફીલિંગ પ્લાન્ટ માંથી GO ગેસ કંપનીના બોટલ રિફીલિંગ કરી સીલ પણ કરવામાં આવતાં હતાં અને રોજિંદા મોટી માત્રામાં ટર્ન ઓવર કરવામાં આવતું હતું. ત્યારે GO ગેસ એલપીજી ગેસ બોટલ રિફીલિંગ કર્યા બાદ ગ્રાહકોને કેવી રીતે વેચાણ કરવામાં આવતાં હતાં, જે પણ એક તપાસનો વિષય છે. જો અનઅધિકૃત રીતે બિલ વિના ગ્રાહકોને ગેસના બોટલ આપવામાં આવતાં હોય તો સરકારના જીએસટીની પણ ચોરી થતી હોવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી.