કાલોલના રામનાથમાં ગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટના ખાતે થયેલ આગ હોનારત અને રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં વધુ એક મોતનો અહેવાલો જાહેર થયો છે.જીવલેણ સાબિત થયેલ આ ગોઝારી ઘટનામાં વધુ એક મોતના સમાચારો સામે આવ્યા છે. આ સાથે દુર્ઘટનામાં મૃત્યુનો આંક 2 પર પહોચ્યો છે.આગ હોનારતની ઘટનામાં આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન વિષ્ણુભાઈ અરવિંદભાઈ ઓડ ઉ. વ. 22 નું મોત નિપજ્યું છે.
મહત્વ પૂર્ણ છે કે મૃતક યુવક આગામી 4 એપ્રિલના રોજ પ્રભુતામાં પગલાં પાડી સંસાર રથનો પ્રારંભ કરવાનો હતો તે પૂર્વે જ કાળ ભરખી જતાં તેના પરિજનોમાં માતમનો માહોલ સર્જાયો છે.
ઘટનાની જાણ કાલોલ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
3 દિવસ પહેલાં એક વ્યક્તિનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસનો બોટલ બ્લાસ્ટ થયો હતો જેમાં ૨૨ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર અર્થે નજીકની રેફલર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાર બાદ વધારે ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને ગોધરા સિવિલ હોસ્પિટલમા રીફર કરવામાં આવ્યા હતા અને ગંભીર ઇજાગ્રસ્ત ને વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ આજે દુઃખદ સમાચાર સામે આવ્યા છે દુર્ઘટના માં ગંભીર રીતે ઘાયલ અને દાઝી ગયેલા સારવાર માટે વડોદરા ખસેડાયેલા હતા જેમાં ઇજાગ્રસ્તો પૈકી એકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત નીપજ્યું હતુ લાલાભાઈ દામજીભાઈ પરમાર ઉ .વ. ૪૫ નું આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે રાંધણગેસ બ્લાસ્ટની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવકના મોતને લઈ રામનાથ ગામમાં માતમનો માહોલ સર્જાયો હતો યુવકના મોત નિપજ્યું હોવાની જાણ કાલોલ પોલીસને થતાં કાલોલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મૃત્યુ પામેલ યુવાન સમાજસેવક અને સેવાભાવી વ્યક્તિ હતા અને સામાજિક રીતે દરેક કામમાં આગળ રહેતા લાલાભાઈએ આજે વેહલી સવારે વડોદરા ની સયાજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા જેથી પરિવાર જનો ઉપર આભ તૂટી પડયો હતો