કાલોલ ડેરોલગામ હાઈસ્કુલમાં શિક્ષકને પોઝિટિવ કેસ આવતાં શિક્ષકગણમાં અફડાતફડી સર્જાઈ હતી. જોકે આ શાળાના તમામ શિક્ષકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ, એક શિક્ષક ઝપેટમાં આવતાં લોકોમાં ભય વ્યાપ્યો છે.
કાલોલ નગર અને તાલુકામાં કોરોનાનાં નવા કેશો ફુટી નિકળ્યા છે. કાલોલ તાલુકાનાં ડેરોલગામ હાઇસ્કુલમાં એક શિક્ષકનો કેસ પોઝિટિવ આવતાં શિક્ષક ગણમાં હફરાતફરી મચી જવાં પામી હતી. તાજેતરમાં જ કેટલાક વગેની મંજુરીના આધારે શિક્ષીકા કાયે શરૂ કરવામાં આવ્યું હતું.પરંતુ હાઈસ્કુલના એક શિક્ષક સંક્રમણમાં આવતાં શુક્રવારે શાળાનાં આચાર્ય દ્વારા તમામ શિક્ષકોને કોવિડ-૧૯ નો ટેસ્ટ કરાવવા ડેરોલગામ ખાતે આવેલ પી.એસ.સી.માં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ આવાં સમયે આરોગ્ય વિભાગની ટીમની લાપરવાહીના કારણે સ્ટાફ પી.એસ.સી.ખાતે હાજરમાં હોવાનાં આક્ષેપ શાળાનાં આચાર્ય દ્વારા ટેલિફોનીક વાતચીત કરતાં જાણવા મળ્યું હતું.આ સંદર્ભે કાલોલ આરોગ્ય વિભાગને જાણ થતાં તાત્કાલિક ડેરોલ પી.એસ.સી.ના સ્ટાફ દોડતો થઈ ગયો હતો.ડેરોલગામ હાઈસ્કુલ ના લગભગ ૨૫ જેટલા શિક્ષકોની કોવિડ-૧૯ નો ટેસ્ટ કરાવતાં અન્ય એક મહીલા શિક્ષિકાનો પણ પોઝિટિવ આવ્યા હોવાનું શાળાનાં આચાર્ય સાથેની વાતચીત દ્વારા જાણવાં મળ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા ડેરોલગામની ચોક્કસ પણે સવેે કરી કોવિડનાં નિયમોનો સત્વરે પાલન કરાવવા માટે આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા અમલ કરાવવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું.