ગોધરા,
સરકારની મહત્વકાંક્ષી ઘર આંગણે રોજગારી પુરી પાડતી મનરેગા યોજના અંતર્ગત કાલોલ તાલુકા ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયત દ્વારા મળતીયા લાભાર્થીઓનો બોગસ જોબકાર્ડ બનાવવામાં આવ્યા હતા અને આવા બોગસ જોબકાર્ડ ધારકોને મનરેગા યોજના અંતર્ગતના કામોમાં મંજુરી આપવામાં આવી હોવાનંું દર્શાવવામાં આવી છે. કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેવો અહેવાલ પંચમહાલ સમાચાર દૈનિકમાં પ્રસિદ્ધ કરવામાં અવ્યો હતો. બોગસ જોબકાર્ડ દ્વારા મનરેગાના કામોમાં કૌભાંડ આચરવાના અહેવાલનો પડધો જોવા મળ્યો છે. તાલુકા મનરેગા વિભાગ દ્વારા બોગસ જોબકાર્ડ કૌભાંંડને દબાવી દેવાના આશય સાથે ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતની જોબકાર્ડ યાદીમાં ચેડા કરવામાં આવ્યા હોવાનું ફલિત થઈ રહ્યું છે. જોબકાર્ડ ધારકોના સીરીયલ નંબર મુજબ ૬૩ થી ૭૧ સુધીના જોબકાર્ડ ધારકોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. તે મનરેગાના કામોમાં કૌભાંંડ આચરવામાં આવ્યાના અહેવાલને સમર્થન આપે છે. ત્યારે ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતના મનરેગાના કામોની વહીવટી તંત્ર દ્વારા તપાસ થાય તે જરૂરી છે.
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતમાં સરકારની ઘરે બેઠા રોજગારી પુરી પાડવાની મનરેગા યોજના અંતર્ગતના કામો કરવામાં આવ્યા હતા. મનરેગા યોજનામાં જોબકાર્ડ ધરાવતા શ્રમિકોને રોજગારી પુરી પાડવાની મહત્વાકાંક્ષી યોજનામાં પણ ગ્રામ પંચાયતના સત્તાધિશો એ સાચા જરૂરીયાતમંદ શ્રમિકોના હકક ઉપર તરાપ મારી હોય તેમ લાગી રહ્યું છે. પંચાયત દ્વારા પોતાના સગાસંબંધી અને મળતીયાઓના નામે જોબકાર્ડ બનાવી જરૂરીયાતમંદ જોબકાર્ડ ધારક શ્રમિકોની યાદીમાં નામો ગોઠવી દેવાનું સુનિયોજીત કાવતરૂ કરવામાં આવ્યું હોય તેમજ જણાઈ રહ્યું છે. ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયત દ્વારા મનરેગા યોજનાના કામોમાં પોતાના મળતીયાઓની જોબકાર્ડમાંહાજરી દર્શાવવામાંં આવી છે અને મનરેગા યોજના અંતર્ગત રોજગારી પુરી પાડવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પંચાયત દ્વારા બોગસ જોબકાર્ડ બનાવીને જોબકાર્ડ ધારકોને રોજગારી પુરી પાડવામાં આવી. જોબકાર્ડમાં હાજરી પુરવામાં આવી છે. તેમાં અનેક જોબકાર્ડ ધારકોના નામો સાધન સંપન્ન હોય તેવા લોકોને મનરેગા યોજનાના લાભાર્થી શ્રમિકો બતાવીને જોબકાર્ડમાં હાજરી ભરવામાં આવી છે. તેવા અહેવાલ પંચમહાલ સમાચાર દૈનિકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
મનરેગા યોજનામાં બોગસ જોબકાર્ડ બનાવવામાં આવ્યા છે. અહેવાલની અસર તાલુકા મનરેગા વિભાગ અને ગ્રામ પંચાયતમાં જોવા મળી હતી. તાલુકા મનરેગા અને ગ્રામ પંચાયત દ્વારા ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતના જોબકાર્ડ ધારકોની યાદીમાં સુધારો કરવામાં આવ્યો છે. જોબકાર્ડ ધારકોની યાદીમાં દર્શાવેલ જોબકાર્ડ ધારકો નામો તાલુકા મનરેગા વિભાગ દ્વારા કોમ્૫યુટર યાદી ડેરોલ ગ્રામ પંચાયત સરપંચ ભરતભાઈ બારોટના પરિવારના સભ્યોના તેમજ મળતીયાના નામો હતા. તેવા જોબકાર્ડ ધારકોના સીરીયલ નંબર મુજબના જોબકાર્ડવાળી યાદી માંથી કેન્સલ કરવામાં આવ્યા છે. તે જોબકાર્ડ સીરીયલ નંબર જીજે.૧૪.૦૦૨૦૧૫૦૦૧ / ૮૩૫૯૯૦૬૪ થી ૦૭૨ વચ્ચેના જોબકાર્ડ ધારકોના નામો કોમ્પયુટરમાંથી રદ કરીને મનરેગાના કામો આચરવામાં આવેલ કૌભાંડને છુપાવી દેવાની કોશિષ કરાઈ છે. કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન અને ડેરોલ ગામ પંચાયતના સાચા શ્રમિકોના હકક મારવાના કિસ્સાની વહીવટી તંત્ર તપાસ કરે તે જરૂરી છે.
મનરેગા યોજનામાં બોગસ જોબકાર્ડ બનાવી સરકારની તિજોરીને લૂંટી…
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતમાં બોગસ જોબકાર્ડ બનાવવામાં આવ્યાનો અહેવાલ અખબારમાં પ્રસિદ્ધ થયો હતો. મનરેગા યોજનાના જોબકાર્ડ ધારક શ્રમિકોની યાદીમાં સાધન સંપન્ન હોય તેવા લોકોને જોબકાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા હતા અને મનરેગા યોજનાના શ્રમિક તરીકે જોબકાર્ડમાં હાજરી પુરી રોજગારી આપી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. બોગસ જોબકાર્ડ ધારકો નામો સામે આવે તો બદનામી થાય અને આચરવામાંં આવેલ કૌભાંડનો પર્દાફાશ થાય તેવા ડર સાથે તાલુકા પંચાયત મનરેગા શાખા દ્વારા ઓનલાઈન જોબકાર્ડ ધારકોની યાદીમાંથી પંચાયતના સરપંચના પરિવાર તેમજ તેમના મળતીયા બોગસ જોબકાર્ડ ધારકોના નામો યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે. તે મનરેગા જોબકાર્ડ ધારકોની સીરીયલ નંબર જોબકાર્ડ યાદીથી ફલિત થઈ રહ્યું છે.
લોકડાઉનમાં ગરીબ વર્ગની રોજગારી છીનવી લેતાં અધિકારી અને પદાધિકારીઓ…
વિશ્ર્વમાં કોરોનાની મહામારી ચાલી રહી હતી. ત્યારે ભારત સરકારની બધી યોજના અને સરકારી ઓફિસો, કંપનીઓ, કારખાના બંધ રહ્યા હતા. મનરેગા યોજના જે ગરીબ વર્ગના લોકોને રોજગારી પુરી પાડતી હતી. તે ચાલુ કરવામાં આવી અને મનરેગા યોજનાના કામો ચાલુ કરી સ્થાનિક લોકોને રોજગારી પુરી પાડવાના પ્રયત્નો ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓને સોંં૫વામાં આવી હતી. ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તાલુકા પંચાયતના મળતીયા અધિકારીઓની મીલીભગતથી ગરીબોની રોજી રોટી છીનવી લીધી હોય તેમ જણાઈ છે. એક તરફ રોજગાર માટે સરકારના પ્રયત્નો બીજી તરફ સરપંચના સગાઓના રોજગારી મેળવ્યાના લાભો લેતાના કૌભાંડોનો પંચમહાલ સમાચાર દ્વારા પર્દાફાશ કર્યો છે.