કાલોલમાં તાઉ તે ચક્રવાતના પગલે ઘરના પતરા, વૃક્ષો અને વીજ થાંભલા જમીન સ્તર થયા

  • કાલોલ તાલુકાના કાંતોલ ગામમાં વચલા ફળિયામાં વાવાઝોડાનાં કારણે ઘરનાં પતરાં ઉડ્યા જોકે કોઈ જાનહાનિ થઈ નથી.
  • વિપરીત સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છતાં કુદરતી આફત સામે લાચાર.

કાલોલ,અરબ સમુદ્રમાં ઉદભવેલા તાઉ-તે ચક્રવાતના પગલે પંચમહાલ જિલ્લામાં કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા સલામતીના આગોતરા પગલા હાથ ધરવામાં આવ્યા છે. હાલની સ્થિતિએ જિલ્લામાં આ ચક્રવાતના પગલે કોઈ ગંભીર અસરની આગાહી ન હતી. પરંતુ કોઈપણ સંભવિત વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વપૂર્ણ સેવાઓ ખોરવાઇ નહીં તે સુનિશ્ચિત કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પૂર્વ તૈયારીઓની સમીક્ષા હાથ ધરતા જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ભારે પવનો કે વરસાદની સ્થિતિમાં વીજપુરવઠાને લગતા પ્રશ્નો હોસ્પિટલ્સ સહિતના અગત્યના સ્થળોએ ન સર્જાય તે માટે ઉર્જા વિભાગના તેમજ આર એન્ડ બી ના ઈલેક્ટ્રીકલ એન્જિનિયર્સને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, તમામ નગરપાલિકા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન કે વરસાદના કારણે પડી જઈ ભયજનક બની શકતા હોર્ડિંગ્સ, થાંભલા ઉતારી લેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ, તલાટીના માધ્યમથી લોકોને આ સ્થિતિમાં ભયજનક બની શકે તેવા બાંધકામોમાં આશરો ન લેવા અને પૂરતા સલામત સ્થળે જવા, પશુઓને પણ સલામત સ્થળે રાખવા જણાવાયું છે. ખુલ્લામાં રહેલા કૃષિ પાકોને પણ નુકશાન ન થાય તેવા સ્થળે ખસેડવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત પવનના કારણે વૃક્ષ પડવાના કારણે રોડ બ્લોકેજ થાય તો વૃક્ષ તુરંત હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરવા ટીમો તૈયાર રાખવા માર્ગ અને મકાન વિભાગ તથા વન વિભાગને સૂચના અપાઈ છે. તેમજ આ વિભાગોની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પંરતુ કુદરત રૂઠે તો માનવી પણ શું કરે જેનાં પગલે સાવચેતી ઓ હોવા છતાં કાલોલ નગરમાં બપોર પછી તોઉ-તે વાવાઝોડાની અસર જોવા મળતાં કસ્બા વિસ્તારમાં તેમજ નગરપાલિકાના કોમ્પલેક્ષ ના ચોગાનનું વૃક્ષ અને ઈલેક્ટ્રીક વિજ થાંભલો પડી જતાં નગરનો વિજ પુરવઠો ખોરવાયો હતો. જોકે વાવાઝોડાના કારણે ખેડૂતોના બાજરીના પાકોને નુકસાન થવાની સંભાવના છે. વાવાઝોડાના કારણે ખેડૂતોમાં પણ એક ચિંતાનો વિષય બની ગયો છે.

રિપોર્ટર : જયવીર સોલંકી

Don`t copy text!