કાલોલ, કાલોલ પોલીસ સ્ટેશનમાં ત્રિપલ તલાકની નોંધાયેલ ફરિયાદની વિગતો અનુસાર કાલોલ શહેરના આશીયાના સોસાયટી સ્થિત પોતાના પિયરમાં ધરકામ અને મજુરી કરી ગુજરાન ચલાવતી મુસ્કાન મો.હનીફ બેલીમ(ઉ.વ.24)ના લગ્ન ત્રણેક વર્ષ પહેલા શહેરના મોગલવાડાના અદનાન લીયાકતખાન પઠાણની સાથે મુસ્લિમ સમાજના રિતીરિવાજો મુજબ થયા હતા. લગ્ન જીવનના પ્રારંભે તેનો પતિ મુસ્કાન સાથે સારો વ્યવહાર રાખતો હતો પરંતુ અદનાન કોઈ કામ ધંધો કરતો ન હોય મુસ્કાન મહેનત મજુરી કરી હાથ ખર્ચીના રૂપિયા ભેગા કરતી હતી. ત્યારે અદનાન અવાર નવાર રૂપિયાની માંગણી કરતો હતો. જેથી મુસ્કાન અદનાનને કોઈ કામ ધંધો કરી રૂપિયા કમાવવાનુ કહેતા અદનાન મુસ્કાન સાથે ઝધડો તકરાર કરી શારીરિક-માનસિક ત્રાસ આપી મારઝુડ કરતો હતો. જે અંગે સાસુ-સસરાને કહી તેઓના છોકરાને સમજાવવા કહેતા તેઓએ અદનાનનો પક્ષ લઈને અદનાન સાથે મારઝુડ કરાવતા હતા. દરમિયાન મુસ્કાનને પુત્રના જન્મ પછી પણ સાસુ-સસરા તો તારે અમારા છોકરા અદનાનને કંઈ કહેવાનુ નહિ અને તારે રૂપિયા કમાઈને ધરમાં આપવા પડશે તેમ કહી ત્રાસ આપતા હતા.
જે મઘ્યે ચાલુ મહિને 06/04ના રોજ રમજાન ઈદનો તહેવાર આવતો હોય પોતાના પુત્ર અરહબ માટે નવા કપડા લાવવા માટે પતિને કહેતા અદનાને ઝધડો કરી મારઝુડ કરતા છેવટે મુસ્કાન તેના પુત્રને લઈને પોતાના પિયરમાં જતી રહી હતી. એક દિવસ પિયરમાં રોકાઈને બીજા દિવસે પોતાની સાસરીમાં જતાં તેને ધરમાં ધુસવા દીધેલ ન હતી. બાદ અદનાને મુસ્કાનના પિયરમાં આવીને કહેવા લાગેલ કે તારે જો મહિલા લોન ન લેવી હોય તો હું તમે તલાક આપી દઈશ તેમ કહેતા મુસ્કાને લોન લેવાની ના પાડતા અદનાને મુસ્કાનના માતા-પિતા તથા ભાઈઓની હાજરીમાં ત્રણ વખત તલાક બોલી ત્રિપલ તલાક આપી દીધા હતા. અને ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.