કાલોલ જી.આઈ.ડી.સી. પાછળ તેમજ ઓમકારેશ્વર સોસાયટીમાંં જુગાર ધામ રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન બે સ્થળેથી 4 જુગારીયાને ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ જી.આઈ.ડી.સી. પાછળ ખુલ્લામાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 8 જુગારીયા પૈકી 7 ઈસમો નાશી છુટીયા હતા. જ્યારે એક વસીમ રસીકભાઇ બેલીમને 16,210/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાાડવામાં આવ્યો.
જ્યારે ઓમકારેશ્વર સોસાયટીમાં જુગાર સ્થળે પોલીસે રેઈડ કરી હતી અને વિનોદ ઉર્ફે પ્રવિણ રમણભાઇ પરમાર, કરણકુમાર જીતેન્દ્રસિંહ સોલંકી, પંકજકુમાર શાંતિલાલ પરમારને ઝડપી પાડયા હતા. દાવ ઉપર મુકેલ તેમજ અંગઝડતીમાંં રૂા.1210/-જપ્ત કરવામાં આવ્યા. આ બાબતે કાલોલ પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.