કાલોલ,
કાલોલ તાલુકાના સુરેલી ગામના લાભાર્થી 2020-21માં મનરેગા યોજના અંતર્ગત કુવા મંજુર થયેલ હોય અને લાભાર્થી મટીરીયલ બાકીમાં લાવીને કુવાનું કામ પુરુ કરેલ હોય જે બાકીની લેણાંની રકમ માટે પંચાયતના સરપંચ બીલ ઉપર સહી નહિ કરી લાભાર્થીને પરેશાન કરતાં આજરોજ લાભાર્થીએ કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાંં આવ્યો.
કાલોલ તાલુકાના સુરેલી ગામે રહેતા અજબસિંહ ભીખાભાઈ ચૌહાણની માલિકીની જમીનમાં મનરેગા યોજના અંતર્ગત વર્ષ 2020-21માં કુવા માટે યોજના મંજુર કરવામાં આવેલ જેમાં કામ પૂર્ણ કરેલ જેના મટીરીયલ બાકીમાં લાવીને પુરુ કરવામાંં આવ્યું હતું. જેથી બાકીના લેણદેણ ચુકતે કરવા બાકી પડતા નાણાંનું બીલ ગ્રામ પંચાયતમાં મુકતા સરપંચ દ્વારા બીલમાં સહી નહિ કરતા મનરેગા યોજના અંતર્ગત કુવાના મટીરીયલના બાકીના નાણાં અટવાઈ ગયેલ હતા અને કુવાના કામ માટે મટીરીયલ ખરીદી કરી હતી. તેવા લેણદારો દ્વારા બાકીના પૈસાની ઉધરાણી કરાતી હોય જેને લઈ અજબસિંહ ચૌહાણ કંટાળીને કાલોલ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં બાકીના બીલની રકમ અંગે રજુઆત કરી આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારી હતી અનેક વખત રજુઆત છતાં અજબસિંહ ચૌહાણને બીલ અંંગે તાલુકા પંચાયત દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી કંટાળીને અજબસિંહ ચૌહાણ એ કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા પોલીસને જાણ કરતાં કાલોલ પોલીસ દોડી આવી હતી અને અજબસિંહ ચૌહાણની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરાયેલ અજબસિંહ ચૌહાણ દ્વારા લેખિતમાં જણાવ્યા મુજબ સુરેલી ગામના સરપંચ નોકરી કરતા અને રોજ કં5નીમાં નોકરી જતાં હોય જેને લઈ ગામના વિકાસના કામો ખોરંભે પડયા છે અને ગ્રામજનો વિકાસ થી વંચિત બન્યા છે. સરપંચ ગ્રામ પંચાયતના કામોમાં રસ લેતા નથી. આ બાબતે તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં અનેક વખત રજુઆત કરવા છતાં સરપંચ મટીરીયલના બાકીના બીલમાં સહી કરવામાંં આવતી ન હોય જેને લઈ કંટાળીને આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો. તાલુકા પંચાયત કચેરી ખાતે સુરેલી ગામના વ્યકિત દ્વારા આત્મવિલોપના નિષ્ફળ પ્રયાસને લઈ પંંથકમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.