કાલોલ કુમાર શાળા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાળવણી માટે રેલી યોજવામાં આવી

કાલોલ, કાલોલ કુમાર શાળા દ્વારા આંતર રાષ્ટ્રીય યોગ દિવસની જાળવણી માટે રેલી યોજવામાં આવી કુમારશાળા : 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજ આજરોજ સવારે લોકોમાં અને સમાજમાં યોગની જાગૃતિ ફેલાય તે માટે આ વર્ષની જે થીમ છે ” સમાજ માટે યોગ”એ કારગર નીવડે તે દિશામાં કાલોલ કુમાર શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા કાલોલ નગરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો અને ગુરૂજનો દ્વારા વાલીઓ અને કાલોલ નગરવાસીઓમાં યોગ પ્રત્યે જાગૃકતા ફેલાય તે અંગે જાણકારી આપી હતી અને આવતી કાલે યોગ દિવસની ઉજવણી માં શાળામાં હાજર રહેવા આહ્વાન આપ્યું હતું