કાલોલ ખરસાલીયા એસ.સુબ્રમનયમ એન્ડ કંપનીના કામદાર યુનિયન સભાસદો દ્વારા લે-ઓફ નોટીસ અંગે જીલ્લા મદદનિશ શ્રમ આયુકતને ફરિયાદ કરી

કાલોલ,

કાલોલના ખરસાલીયા ખાતે આવેલ એસ.સુબ્રમનયમ એન્ડ કંપની કામ કરતા કોન્ટ્રાકટ તથા કેજયુઅલ કામદારોને નોકરી માંથી કાયદેસરના હકકો જેવાં કે નોટીસ પગાર, છટણી વળતર અને ગ્રેજયુટી રકમ ચુકવી આપેલ નથી. કંપની માંથી કોન્ટ્રાકટ તથા કેજયુઅલ કામદારોને નોકરી માંથી છુટા કર્યા બાદ પણ પુરતા પ્રમાણ કામ ઉપલબ્ધ છે તેમ છતાં લે-ઓફનું પગલું ગેરકાયદેસર છે. તે બાબતે યુનિયનના સભાસદો દ્વારા જીલ્લા મદદનિશ શ્રમ આયુકત ગોધરાને લેખિત ફરિયાદ કરી છે.

કાલોલના ખરસાલીયા ગામે આવેલ એસ. સુબ્રમનયમ એન્ડ કંપનીના કામ કરતા કામદારોના યુનિયન સભાસદો દ્વારાા પંચમહાલ જીલ્લા મદદનિશ શ્રમ આયુકતને લેખિત ફરિયાદ કરી છે કે, કં5ની દ્વારા કોઈપણ જાતના કોન્ટ્રાકટ તથા કેજયુઅલ કામદારોને નોકરી માંથી કોઈપણ જાતના કાયદેસરના હકકો જેવાં કે, નોટીસ પગાર, છટણી વળતર તથા ગ્રેજયુટી રકમ ચુકવી આપી નથી. એસ.સુબ્રમનયમ એન્ડ કંપનીના જણાવ્યા મુજબ કોન્ટ્રાકટ તથા કેજયુઅલ કામદારોને નોકરી માંથી છુટા કર્યા બાદ પુરતા પ્રમાણમાં કામ ઉપલબ્ધ છે. તેમ છતાં લે-ઓફની અસર પામતા કામદારોને આર્થિક અને માનસીક રીતે તોડી પાડવાના આશયથી તેમજ રાજીનામા મેળવવાના બદઈરાદા થી લે-ઓફનું પગલું ભરવામાં આવેલ છે. તે ગેરકાયદેસર છે કેમ કે, લે-ઓફની 30/1/23ની નોટીસમાં પગાર ચુકવવા રજુઆત આઈ.ટી.એકટની પગારની વ્યાખ્યા મુજબ ચુકવવા જણાવેલ નથી. કુલ પગારની ગણતરી ધ્યાનમાં રાખેલ નથી. કંપની પાસે પર્યાપ્ત પ્રમાણમાં કામ ઉપલબ્ધ હોવા છતાં લે-ઓફનું પગલું ગેરકાયદેસર છે. કારણ કે, રેલ્વે ઓથોરીટીના ઓર્ડર મુજબ કામ પુરુ થયેલ નથી. તેમજ લે-ઓફની નોટીસ સાથે એસ.સુબ્રમનયમ એન્ડ કંપનીના કામદાર યુનિયન દ્વારા મદદનિશ શ્રમ આયુકતને લેખિત ફરિયાદમાં રજુઆત કરવામાં આવી.

બોકસ:

એસ. સુબ્રમનયમ એનડ કંપની ખરસાલીયા ખાતે કામ કરતાં કામદારો યુનિયન સભાસદ છે. કં5નીને યુનિયન સાથે થયેલ પગાર વધારા અને અન્ય લાભોને સવલતોનું સમાધાન 31 માર્ચ 2021 સુધી અમલ હતું અને સમાધાન શરત મુજબ કં5ની દર વર્ષે વિના મૂલ્યે યુનિફોર્મ અને બુટ આપવા કંપની બંધાયેલ હતી. પરંતુ સમાધાન સમાપ્ત થયા બાદ નવું પગાર વધારાનું સમાધાન થયેલ નથી. અગાઉના સમાધાનની શરતો નવુું સમાધાન ન થાય ત્યાં સુધી અસ્થિત્વ છે. તેવું કાયદામાં છે. તેમ છતાં કંપનીના મેનેજર તથા વહીવટીકર્તાઓ કંપનીના કામદારોને 2021 અને 2022 માં યુનિફોર્મ અને બુટ નહિ આપી સમાધાનની શરતોનો ભંગ કર્યાની યુનિયન દ્વારા જીલ્લા મદદનિશ શ્રમ આયુકતને લેખિત રજુઆત પણ કરાઈ છે.