કાલોલ,કાલોલ તાલુકાના ખડકી ટોલનાકા પાસે ફોર વ્હીલ ચાલેક પોતાનું બાઈક પુરઝડપે હંકારી લાવી બાઈકને ટકકર મારી બાઈક ચાલક અને પાછળ બેઠેલ મહિલા અને બાઈકને ઈજાઓ પહોંચાડી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ વેજલપુર પોલસી મથકે નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના ખડકી ટોલનાકા પાસે ફોર વ્હીલ ગાડી નં. જીજે.17.બીએચ.8585ના ચાલકે પુરઝડપે હંકારી લાવી બાઇક નં.જીજે.20.બીએફ.3952ને અડફેટમાં લીધી હતી અને ચાલક હિમંતભાઇને નીચે પાડી દઈ માથાના ભાગે તેમજ ખભાના ભાગે ઈજાઓ ફેકચર કર્યું હતું તેમજ પાછળ બેઠેલ અસ્મિતાબેન તથા રોહન ઉ.વ.3ને ઓછી વધતી ઈજાઓ કરી ફોર વ્હીલ ચાલક નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંઘવા પામી છે.