કાલોલ,કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત સી.બી.ગર્લ્સ હાઈસ્કુલ આવેલ છે. આ શાળામાં સંચાલકો દ્વરા અનિયમિતતા તેમજ શાળામાં શિક્ષકોના પ્રશ્ર્નોની રજુઆત રાજય શિક્ષણ વિભાગને મળી હતી. રજુઆતમાં સી.બી.ગર્લ્સ હાઈસ્કુલમાં અગાઉ શિક્ષક સહાયકને નોકરી પર રાખ્યા બાદ લાંચ માંગતા સહાયક શિક્ષકે એ.સી.બી.ને જાણ કરતા લાંચના છટકામાં શાળાના પ્રમુખ સહિત 3 પકડાયા હતા. સાથે શાળાના શિક્ષકને નોકરી પરથી સંચાલકો દ્વારા સસ્પેન્ડ કર્યાનો હુકમ ડી.ઓ.કચેરી દ્વારા બહાલી આપવા આવી ન હતી. તે સહિતના મુદ્દાની લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસ રાજય શિક્ષણ વિભાગ દ્વારા કચેરીને કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત સી.બી.ગર્લ્સ હાઈસ્કુલનો હવાલો પાંચ વર્ષ સુધી સરકાર હસ્તક કરવાનો હુકમ શિક્ષણ વિભાગે કર્યો હતો. જેની અમલવારી કરવા પંચમહાલ શિક્ષણાધિકારીએ કિરીટભાઈ પટેલને કરવાનુ જણાવ્યુ હતુ. જેથી પંચમહાલ શિક્ષણ વિભાગ દ્વારા મંડળના સંચાલકોને 3 દિવસમાં હાઈસ્કુલનો ચાર્જ સોંપવાની નોટિસ આપી છે. જયારે કાલોલ કેળવણી પ્રચારક મંડળના વિરેન્દ્રભાઈ મહેતાએ ટેલિફોનીક જણાવ્યુ હતુ કે,આ પ્રકારની કોઈપણ જાતની નોટિસ અમોને મળી નથી.