કાલોલ,
કાલોલ તળાવ વિસ્તારની આસપાસ ઈન્દિરા નગર વસાહતના નામે પાકા મકાનો આવેલ છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી તળાવ વિસ્તારમાં આવતા હોવાથી દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે. આ વિસ્તારના લોકોને ચોમાસામાં સ્થળાંતર કરવુ પડે છે. ભુતકાળમાં આ બાબત કલેકટર કચેરીથી લઈ કોર્ટ સુધી પહોંચી છે. નાગરિકો અને સ્થાનિક નેતાઓ વચ્ચે આ બાબતે મતભેદો થયેલ છે. હાલ છેલ્લા બે વર્ષથી સરકાર દ્વારા કાલોલ તળાવ બ્યુટિફિકેશન માટેની યોજના મંજુર થયેલ છે. તેનો સર્વે પણ થઈ ગયો છે. ત્યારે તળાવ વિસ્તારના 6 થી 7 પાકા મકાનો પાલિકાએ તોડી પાડતા આ મકાન માલિકો અને તેમના વરસદારો પાલિકા, પોલીસ અને કલેકટર કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા હતા. નગર પંચાયતની સનદ હોવાનુ તથા તમામ વેરાઓ ભરતા હોવાનુ જણાવી પાલિકાએ તળાવ બ્યુટિફિકેશનના નામે તેઓના મકાનો તોડી પાડ્યા છે.