કાલોલ,
કાલોલમાં આવેલ બોરૂ ટર્નીંગ હાઇવે પર એસ.ટી બસ અને બાઈક વચ્ચે આઘાતજનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક રમેશભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયું છે. પોલીસે એસ.ટી.બસના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કાલોલ તાલુકાના બોરૂ ગામમા રહેતા રમેશભાઈ માનાભાઈ વણકર આજે અંદાજિત દસ એક ના સમય પર પોતાનો મોટરસાયકલ લઈને કાલોલ જી.આઇ.ડી.સી.માં આવેલ ક્રિષ્ના કંપનીમાં નોકરી પર ફરજ બજાવવા જતા દરમિયાન કાલોલ વિસ્તારમાં આવેલ બોરૂ ટર્નીંગ હાઇવે રોડ ક્રોસ કરતાં હાલોલ તરફથી કાલોલ તરફ આવતી એસટી બસ પૂર ઝડપે આવી રહી હતી.જેના કારણે બસ ચાલકે બાઇકને અડફેટમાં લેતા આગલા ટાયરમાં આવી જતા અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં બાઇક ચાલક રમેશભાઈ માનાભાઈ વણકર ના માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મુત્યુ થયું હતું. આ અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મુતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે એસટી બસના ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે. એસટીબસ ને સ્થળ પર મૂકી દેવામાં આવી હતી અને બસ ભરૂચ ડેપોની હોય અને દાહોદ તરફ જતી હોવાથી તેમાંથી મુસાફરોને ઉતારી અન્ય બસ મારફતે કાલોલ બસ સ્ટેશન પર પહોંચાડવામાં આવ્યા હતા.
હાલોલ પનોરમાં ચોકડી પાસે હાલોલ તરફથી કાલોલ જતાં બરોલાના બે યુવાનો બાઈક લઈને પસાર થતાં હતાં. આ સમય દરમ્યાન હાલોલ પનોરમાં પાસે આવેલમાં મોગલનાં મંદિરના ગેટ સામે જ મંગળવારની મોડી રાત્રે બાઈક પર સવાર બંને યુવાનો બાઈક લઈને પટકાતાં નજીકના મંદિર ખાતે આવેલા દર્શનાથી ઓ પહોંચી ગયાં હતાં. કોઈ અજાણ્યા વ્યક્તિ એ ૧૦૮ ને ફોન કરાતાં ઘટનાં સ્થળે ૧૦૮ પહોંચી જોતાં બંને યુવાનો બાઈક સાથે રોડ પર ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતાં. પરંતુ૧૦૮ના આવતાં પહેલાં જ બંને યુવાનોએ દેહ છોડી દિધો હોવાનું તબીબ દ્વારા જાણવા મળ્યું હતું . જેની હાલોલ પોલીસ ને જાણ કરી હતી. જોકે પોલીસ ફરીયાદ માં તેના પરીવાર દ્વારા બાઈક સ્લીપ ખાઈ ગયાં હોવાનું જણાવતાં પોલીસે અકસ્માત ગુનો નોંધાયો હતો. જોકે બંને યુવાનો કાલોલ તાલુકાના બરોલા ગામના મોટાફળીયામાં રહેતાં હતાં. જેમાં જયપાલકુમાર લાલભાઈ રાઠોડ ઉ.વ.૧૯ અને વનરાજસિંહ નરપતસિંહ જાદવ ઉ.વ.૨૭ આમ એક ખોબચા જેવડાં ગામના એક જ ફળિયાના બે યુવાનોનું અકસ્માત સર્જાતા મુત્યુ પામતા બરોડા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.બરોલા ગામનાં જયપાલ અને વનરાજ સવારથી જ માતાજીનાં મંદિરે દર્શન કરવાં નિકળી ગયાં હતાં. મોડી રાત્રે બંને મિત્રો ના મુતદેહ ના વાવડ મળતાં દુ:ખદ ઘટના બની હતી. પોલીસ કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ બાદ બંને યુવાનોની મૃતદેહ પરીવાર જનોને સોંપતા બરોલાગામાં બંને મિત્રોની અંતિમયાત્રા નિકળતાં ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. જોકે અકસ્માતની પરીવાર જણોએ આસપાસના દુકાનોનાં સી.સી.ટી.વી.કેમેરા તપાસ કરતાં રોડ પરથી પસાર થતા એક ટ્રેક્ટર પાછળ બાઈક ભરાઈ ગઈ હોવાનું CCTV ફુટેજમાં જણાઈ આવે છે. હવે સાચી હકીકત પોલીસ તપાસ પછી જ જણાય આવે તેમ છે.