કાલોલ ગોમા નદીના નિર્માણાધિન તૂટેલા બંધ કોઝ વે પર એક્ટિવા મોપેડ શિખવા ગયેલ યુવાન નદીના પ્રવાહમાં ખાબક્યો

  • ગોધરા ફાયર ટીમએ મોડીરાત્રે મૃતદેહને પાણીમાંથી બહાર કાઠ્યો.

કાલોલ નગરમા આવેલ શબનમ સોસાયટીમાં રહેતા સમીર કંસારા ને એક પુત્રી અને બે પુત્ર હતા. ત્રણ સંતાનો પૈકી સૌથી નાનો પુત્ર મોહમ્મદ સમીર કંસારા (ઉ.વ 17 ) 31 ઓગષ્ટ ને શનિવારના રોજ સાંજે 6:45 થી 7:15 ના સમય કાળ દરમ્યાન નગર વિસ્તારમા આવેલ કોર્ટે પાસેની ભરિયાદપીરથી ગોળીબાર વચ્ચે પસાર થતી ગોમાનદી પર નિર્માણાધિન કોઝ વે પર તેના મિત્રો સાથે ગયો હતો.મોહમ્મદ સમીર કંસારા એ તેણી સાથે કોઝ વે પર આવેલા તેના મિત્રની GJ 7 EF 7861 નંબર ની એક્ટિવા મોપેડ ટુ વ્હીલર લઈ શીખવા કોઝ વે પર લઈ ગયો કોઝ વે મધ્યસ્થ પોહચી એક્ટિવા મોપેડ નો ટ્રંન લઈ પાછા વળવા જતા એક્ટિવાનું સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા યુવાન એક્ટિવા સાથે પાણીના વહેતા પ્રવાહમાં ખાબક્યો હતો.યુવાનને ડુબતો જોઈ કોઝ વે પર ઊભેલા અંજાન વ્યક્તિએ બચાવવા માટે પાણી મા જંપ લગાવ્યો પરંતુ પાણીના પ્રવાહના વેગ સામે તેણી જીગર ચાલી નહીં જેથી તે નદીના કાંઠે આવી કાઠા પર રહેતા આસપાસનાં લોકોને ધટનાની જાણ થતાં લોક ટોળું ધસી આવ્યું હતું.

જોકે બનાવની જાણ સ્થાનિક વહિવટી તંત્ર ને થતા કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર, કાલોલ પી.આઈ આર. ડી.ભરવાડ, નગરપાલીકા ચીફઓફીસર મિલાપ પટેલ, ન્યાય મામલતદાર સહિત પોલીસ ટીમ અને કાલોલ નગરપાલીકા ફાયર બ્રિગેડ ટીમ ધટના સ્થળે પહોંચી ગયા હતા. પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા યુવાનને ફાયર ટીમ દ્વારા પાણીમાં શોધખોળ શરૂ કરી પરંતુ તણાઈ ગયેલ યુવાન નહીં પણ એક્ટિવા મોપેડ પાણી માંથી બહાર કાઢી રાત્રીના અંધકારમાં પાણી મા શોધવું મુશ્કેલ બન્યું હતું.

જેથી કાલોલ શકિતપુરા વસાહત મા રહેતા અને બોરૂ ગામના તરવૈયા ને પણ પાણીમા ડૂબેલ યુવાનને શોધવાની કવાયત હાથ ધરી હતી. તે સમય દરમ્યાન કાલોલ મામલતદાર દ્વારા ગોધરા ફાયર બ્રિગેડ ટીમ ને જાણ કરતાં તાબડતોબ ઘટનાસ્થળે ગોધરા ટીમ આવી પોહચી અને બોટ લઈ ગોમા નદીમા ડૂબેલ યુવાનને બિલાડીઓ પાણીમા ફેરવી મોડી રાત્રે 11:10 ના સમયમા ગાળામાં ગોધરા ફાયર ટીમને સફડતા મળી અને બોટ મારફતે ડૂબેલા યુવાનનો મૃતદેહ નદી માંથી બહાર લાવવામાં આવ્યો હતો. વહિવટી તંત્ર દ્વારા તેના પરીવાર ને જાણ કરતા કાલોલ રેફ્રરલ હોસ્પિટલ ખાતે પોસ મોટમ માટે ખસેવામાં આવ્યો હતો.

ધટના સ્થળે પંચમહાલ જિલ્લા સાંસદ સભ્ય રાજપાલ જાદવ, કાલોલ સ્થાનિક વહિવટી તંત્ર, ગોધરાના જિલ્લા પ્રોજેક્ટ અધિકારી વિરલ ક્રિશિયન, ફાયર વિભાગ ગોધરાના ઇન્ચાર્જ ઓફિસર દિનેશ.એસ ડિંડોડ ફાયર ટીમના ક્રિષ્ણા સોલંકી, વદનજી ઠાકર, સતીષ ડાંગી, ટ્રેનીંગ ફાયરમેન અશ્વિન પલસ, ઋષિ ગુજર નાઓ એ નદીમાં પાણી મા ડૂબેલ યુવાનને શોધતા મોડી રાત્રે મૃતદેહ શોઘી પાણી બહાર લાવવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલીકનાં વહિવટી તંત્રની બિન કાળજીથી બનાવેલા કોઝ વે ના વહિવટ સામે આક્ષેપોનો ફિટકાર વરસાવ્યો હતો.