કાલોલ, કાલોલ ગોમા નદીના બ્રિજ ઉપર કાર ચાલકે પોતાનું વાહન પુર ઝડપી હંકારી સાઇડ બદલી બ્રેક મારી દેતાં પાછળ આવતી બાઇક અથડાતાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ ગોમા નદીના બ્રીજ ઉપરથી કાર નંબર જી.જે.21સી.એ. 4217 ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી અચાનક સાઇ બદલીને ગાડીને બે્રક મારી ઉભી રાખી દીધી હતી જેને લઇ પાછળ આવતી બાઇક નં.જી.જે.17 બી.ક્યુ. 4698 ના ચાલક કાર પાછળ અથડાઇ જતાં બાઇક ચાલક અલ્પેશભાઇ પરમાર રોડ ઉપર પડી જતાં ડાબા હાથે,પગે તેમજ આંખના ભાગે ગંભીર ઇજાઓ થતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.