કાલોલ,
કલોલ તાલુકાના ડેરોલગામ ખાતે આર.એન.બી. સંયુક્ત એસ.એન.ડી. સાર્વજનિક હાઈસ્કૂલમાં ડેરોલ ગામ, સમા જંત્રાલ, કણેટિયા, ખંડોળી, ગિરધરપુરી, સાતમણા, સણસોલી, કાલોલ, ડેરોલસ્ટેશન સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારો માંથી અંદાજિત 1000 ઉપરાંતના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતાં હોય છે. શાળામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓમાં સુશક્ત શક્તિઓ જાગૃત થાય તે હેતુથી શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ 720 જેટલા વિદ્યાર્થીઓએ 300 ઉપરાંતની કૃતિઓ જેવીકે ગણિત, વિજ્ઞાન પ્રદર્શન, હેન્ડીક્રાફ્સ, વિવિધ હસ્તકલાઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલી કૃતિઓને ડેરોલગામના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ આસપાસના ગામડાઓના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ મુલાકાત લઇ ભાગ લેનાર વિદ્યાર્થીઓએ કૃતિઓને કેવી રીતે તૈયાર કરી કૃતિઓ વિશેની માહિતી વિસ્તૃત પ્રમાણે દર્શક વાલીઓ અને મિત્રોને સમજાવી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેનું શાળા પરિવાર દ્વારા જ્ઞાનકુંજ શીર્ષક આપવામાં આવ્યું હતું.