કાલોલ કોર્ટમાં મારામારી કેસના બે આરોપીઓને બે વર્ષની સાદી કેદની સજા

કાલોલ કોર્ટમાં ચાલેલા એક કેસમાં કાલોલ તાલુકાના ભાદરોલીખુર્દ ગામે રહેતા દિલીપ નરવત, પ્રવીણ નરવત, સૂરપાલસિંહ ભારતસિંહ નાઓ તા.31 /03/2013 નારોજ રાત્રે આઠેક વાગ્યે ફરિયાદીના ઘરે રીક્ષા છકડો લઈ ફરિયાદીના કાકા પાસે ઉભી રાખી ગાળો આપી “તું મારી સાળી સાથે આડો સંબંધ રાખે છે, તેમ કહી મને બદનામ કરો છો, તેમ કહી ઝગડો કરી આરોપી નરવતસિંહ તેના હાથ માની લાકડી ફરિયાદીને માથામાં મારી, દિલીપ નરવતે ધારીયા થી વિક્રમસિંહને માથાંને ડાબા ખભે મારી દેતા રંગીતસિંહ વચ્ચે પડતાં પ્રવીણસિંહ નાએ ધારીયા થી બરડામાં મારતા લોહી કાઢી આવી ગંભીર ઇજા કરી આરોપીઓએ ગુનો કરેલ.

જે બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતાં આ કેસ કાલોલ એડી. ચીફ. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે મદદનીશ સરકારી વકીલ વીણા ગામીતની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી કાલોલ કોર્ટ એડી. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ શૈલેષભાઈ એસ. પટેલ નાઓ Crpc 248 (2)મુજબ ipc કલમ 323,114 મુજબ છ માસ ની કેદની સજા અને 500 દંડ અને ipc કલમ 324ના ગુના માટે બે વરસની સાદી કેદની સજા અને રૂપિયા 2000 દંડ ભરવાનો ચુકાદો આપ્યો. આવા મારામારીના કિસ્સા રોકવા કાલોલ કોર્ટ ના ન્યાયિક ચુકાદા એ સમાજ મા દાખલો બેસાડયો.