કાલોલ તાલુકાના કંડાચ ગોમા નદીમાં બનેલ ચેકડેમમાં ગાબડું પડતાં પાણી નદીમાં ઠલવાયું

2006માં બનેલ ચેકડેમ મરામતના અભાવે ગાબડું પડયું.

કાલોલ,
કાલોલ તાલુકાના કંડાચ-રામનાથ વચ્ચે ગોમા નદીમાં બનાવેલ ચેકડેમમાં ગાબડું પડતા ખેડુતો ચિંતીત બન્યા ચેકડેમ માંથી પાણી વહી જતાં ખેડુતોને પાણીની સમસ્યા ઉભી થશે.

કાલોલ તાલુકાના કંડાચ-રામનાથ ગામ વચ્ચે ગોમા નદીમાં વર્ષ 2006માં અંંદાજીત 1 કરોડ ઉપરાંતના ખર્ચે પાનમ સિંચાઇ દ્વારા ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગોમા નદી ઉપર ચેકડેમ બનતા પાણીના સંગ્રહ વધતા કાલોલ તાલુકાના કંડાચ, રામનાથ, સુરેલી, ચલાલી, ઉતરેડીયા, ચોરા ડુંગરી, સગનપુરા જેવા અનેક ગામોના ખેડુતોને સિંચાઈની સુવિધા સાથે પશુઓ માટે પીવાના પાણીની સમસ્યા હલ થઈ હતી. સાથે ચેકડેમને લઇ પાણીનો સંગ્રહ રહેતા નજીકના ગામોના સિંચાઈ કુવાઓના પાણીના સ્તર જળવાઈ રહ્યા હતા. પરંતુ 2006ના વર્ષમાં પાનમ સિંચાઈ દ્વારા બનેલ ચેકડેમની મરામતના અભાવે ચેકડેમમાં ગાબડું પડતા ચેકડેમમાં સંગ્રહિત પાણી નદીમાં વહેવા માંડયું છે. ચેકડેમમાં ગાબડું પડતાં ખેડુતો ચિંતીત બન્યા છે. એક તો ગોમા નદી માંથી ગેરકાયદેસર રેતી ખનનને લઈ નદી માંથી રેતી ઉલેચાઈ જતાં કુવાઓના સ્તર નીચા જતા રહેતા હોય છે. તેની સમસ્યા આ ચેકડેમને લઈ આ વિસ્તારના ખેડુતો મુકત હતા પરંતુ ચેકડેમમાં તંત્રની બેદરકારીને લઈ ચેકડમેની મરામત નહી કરતા ચેકડમમાં ગાબડું પડયું છે. ત્યારે આ વિસ્તારના ખેડુતો ચેકડેમમાં પડેલ ગાબડું તુટીને ચેકડેમમાં પાણી સંગ્રહિત રહે તેવા પ્રયાસ થાય તો ખેડુતોને રવિ સીઝન તેમજ ઉનાળું સિઝનમાં પાણીની સમસ્યાનો સામનો કરવો નહી પડે.