ગોધરા,ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા એક મહિલાએ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 1 તારીખે સાંજના સમયે કાસમ મોહમ્મદ યાયમન નામનો ઈસમ કાલોલ બસ સ્ટેન્ડ ખાતે બદદાનતથી મહિલાની આબરૂ લેવાના ઇરાદે આગળ પાછળ આંટા મારતો હતો. ત્યારે મહિલાએ પૂછતા તે ઈસમ દ્વારા મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે મહિલાની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.