કાલોલ બસ સ્ટેશન પાસે હાઈવે રોડ ઉપર ઠંડા પીણા માટે આડેધડ વાહન પાર્ક થતાં ટ્રાફિકની સમસ્યા

કાલોલ,
કાલોલ બસસ્ટેશ પાસેથી પસાર થતા હાઈવે રોડ નજીકની ઠંડાપીણા,ચાની,લારીઓ અને અન્ય વેપારીઓનાં વેપાર ધંધા માટેની દુકાનો આવેલી છે. હાલ ઉનાળાની શરૂઆત થઈ જતાં કાળઝાળ ગરમીમાં હાઈવે પરથી પસાર થતાં રાહદારીઓ કાલોલ નગરમાં આવેલ ફેમસ લસ્સી ની લારીઓ પર ઠંડાપીણા માટે પોતાના વાહનો રોડ પરજ પાકે કરી ઠંડા પીણાની મજા માણતા હોય છે. જ્યારે બીજી તરફ રોડ પર પાકે કરેલ વાહનો મુખ્ય માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ માટે અડચલ રૂપ સાબિત થતાં હોય છે. પરંતુ વહીવટી તંત્રના આશીેવાદે કોરોના મહામારીમાં પણ દુકાન ધારો ના મોહ પર માસ્ક, કે આવતાં ગ્રાહકોના ટોળા જોવા મળી આવે છે. પોતાના ધંધો ધમ-ધમી ઉઠતા વેપારીઓ પણ ગ્રાહકો ને કોઈ પ્રકારની કાળજી રાખવા માટે સુચન કરતાં નથી. પરંતુ રોડ પર પાકે કરેલ વાહનો રાહદારીઓ માટે અડચલ રૂપ અને અક્સ્માત પણ સજેઈ શકે છે.પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

કાલોલ નગરમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં હાઈવે પર ઠંડાપીણા, કેરીના રસનાં ધામા શ‚ થઈ ગઈ છે.પરંતુ નગરપાલિકા કે પછી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ આવાં ધંધાદારીઓ સામે જાણે રહેમ નજર હેઠળ કોઈ પણ પ્રકારની કાળજી રાખવા માટે આળસ મરડી રહ્યા છે કે શું ?

રિપોર્ટર : જયવીર સોલંકી