કાલોલ બીલીયાપુરાના બે ઈસમો વીજ જોડાણ કાપવા ગયેલ કર્મચારી સાથે માથાકુટ કરી કચેરીમાંં આવી કાચ તોડી નુકશાન કરતાં માથાભારે ઈસમો વિરૂદ્ધ ફરિયાદ

કાલોલ,કાલોલ તાલુકાના બિલીયાપુરા ગામે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ વીજ બીલ બાકી નાણાં માટે વીજ જોડાણ કાપવા માટે ગયેલ હતા. તે કર્મચારીઓ માથાકુટ કરી વીજ જોડાણ નહિ કાપવા દેનાર બે ઈસમો કાલોલ વીજ કંપની કચેરીની ઓફિસમાં જુનીયર ઈજનેર સાથે હાથાપાઈ કરી કાચ તોડફોડ કરી નુકશાન કરતાં બે ઈસમો વિરૂદ્ધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંંધાઈ.

કાલોલ તાલુકાના બિલીયાપુરા ગામે કાલોલ મધ્ય ગુજરાજ વીજ કંપનીના કર્મચારીઓ વીજ બીલના બાકીના નાણાં નહિ ભરતા વીજ જોડાણ કાપવા માટે ગયા હતા. ત્યારે ગામના ઈસમો અક્ષય ઉર્ફે અન્નો અને ગજુર ઉર્ફે બજાબ બે ઈસમોએ વીજ કંપનીના કર્મીઓને વીજ જોડાણ નહિ કાપવા દઈ માથાકુટ કરી હતી. ત્યારબાદ બે માથાભારે ઈસમો કાલોલ વીજ કચેરીમાંં આવીને જુનીયર ઈજનેર સાથે હાથાપાઈ કરી કચેરીના કાચ તોડી નુકશાન કર્યું હતું. વીજ કચેરીમાં માથાકુટ કરનાર બે ઈસમો વિરૂદ્ધ અગાઉ પણ પોલીસ મથકે ગુનાઓ નોંધાયેલ છે. વીજ કચેરીમાંં નુકશાન કરી હાથાપાઈ કરનાર બે ઈસમો વિરૂદ્ધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી.