કાલોલ,
કાલોલ શહેરની ધી કાલોલ અર્બન કો.ઓ.બેંકના પરીશિષ્ટ મુજબની વહીવટી કમિટીના સભ્યો કરતા વધારે સભ્યોએ ઉમેદવારી કરતા ચુંટણી કરવાની નોબત સર્જાઈ છે. જેના અનુસંધાને 15મી મે રવિવારનાર રોજ ચુંટણી યોજાશે.
કાલોલ શહેરમાં વર્ષ 1924 થી કાર્યરત એવી ધી કાલોલ અર્બન કો.ઓ.બેંકમાં ગત વર્ષોમાં અને ચાલુ વર્ષ આગામી 2022 થી 2027 સુધીના પાંચ વર્ષ માટેની મેનેજીંગ સમિતિ માટે અગિયાર સભ્યોના સિલેકશનમાં 12 સભ્યોની ઉમેદવારી ફાઈનલ થતાં ચુંટણી યોજવાની નોબત સર્જાઈ છે. મળેલ માહિતી અનુસાર 11 સભ્યોની મેનેજીંગ કમિટી માટે કુલ 17 ફોર્મ ભરાયા હતા. જેમાં ચાર ફોર્મ પરત ખેંચાતા અને એક ફોર્મના ઉમેદવાર પ્રકાશભાઈ ગાંધીનું ફોર્મ કારણોસર રદ થતા 12 ઉમેદવારો ફાઈનલ થયા હતા. જ્યારે કમિટીમાં અલગ-અલગ બેઠકોના મેનેજીંગ કમિટીના સભ્યો બિનહરીફ થયા હતા. જેથી 12 ઉમેદવારો વચ્ચે ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. આમ, મેનેજીંગ કમિટી માટે એક વધારે સભ્યોને કારણે બેંક નિયામકે બેંક કમિટીની ચુંટણી માટે 15મી મેના રોજ ચુંટણી નિર્ધારીત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બેંકના નિયમ મુજબ જે સભાસદ બેંકનું ઓળખપત્ર ધરાવતા હોય તેવા જ માન્યના અંદાજીત 6305 સભાસદો જ મતદાન કરી શકશે. પરંતુ ઉલ્લેખનિય છે કે, કાલોલ અર્બન કો.ઓ.બેંકની આવતી કાલ 15મી એ યોજાનાર ચુંટણીમાં બહુચર્ચીત એવા કાલોલ એમ.જી.એસ.હાઈસ્કુલના મુખ્ય બે પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી અને ઉપપ્રમુખ જયંત ઉર્ફે લેલી મહેતા પણ બેંક માંની યોજનાર ચુંટણીમાં ઉમેદવારી દર્શાવી હતી. પરંતુ પ્રમુખ પ્રકાશભાઈ ગાંધીનું ફોર્મ કારણોસર રદ કરવામાં આવ્યું હતું. જ્યારે ઉપપ્રમુખ જયંત ઉર્ફે લેલી મહેતા આવતી કાલની બેંકની યોજાનાર ચુંટણીમાં ઉમેદવાર તરીકે ચુંટણી લડશે. ખરેખર ઉલ્લેખનિય એ છે કે, હાલ તાજેતરમાં કાલોલ નગરમાં સ્કુલમાં શિક્ષકની ભરતીમાં લાંચ માંગતા વડોદરા એ.સી.બી.ના છટકામાં સંડોવાયેલા આરોપી એવા ઉપપ્રમુખને અર્બન કો.ઓ.બેંકમાં ચુંંટણી લડવા સંદર્ભે તેમના ધારાશાસ્ત્રીઓ દ્વારા હાલોલ સેશન્સ કોર્ટમાં શરતી જામીન અરજી મુકતા નામદાર કોર્ટના દ્વારા 13 થી 17 તારીખ માટે જામીન મંજુર કરી આરોપી જયંત ઉર્ફે લેલી મહેતા પણ ચુંટણી લડશે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં એક લાખના લાંચમાં એ.સી.બી. દ્વારા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. હવે જોવું રહ્યું કે, આવા ભ્રષ્ટાચારી ચહેરાઓને બેંક કમિટી માટે મત આપશે કે કેમ ? અને જો મત આપી વિજય બનાવશે તો આવનાર દિવસોમાં શું બેંકમાં ભ્રષ્ટાચાર આચરવામાં આ બેનકાબ ચહેરા દ્વાર ભ્રષ્ટાચાર નહી કરે તેની ખાત્રી પણ શું ? હવે જોવું રહ્યું કાલોલ અર્બન કો.ઓ.બેંકના 6305 સભાસદો આરોપી એવા જયંત ઉર્ફે લેલી મહેતાને કેટલા મત મળે છે. તે હવે ચુંટણીનું પરીણામ આવતા જાણી શકાશે. તદ્દઉપરાંત શરતી જામીન અનુસાર જયંત ઉર્ફે લેલી મહેતા કાલોલની એક હાઈસ્કુલના ઉપપ્રમુખ અને ટુંંક સમય પહેલા એ.સી.બી.ના છટકામાં સંડોવાયેલા આરોપી હોવાથી 17 તારીખ બાદ પરત પોલીસ કસ્ટડીમાં જશે.