
કાલોલ એપીએમસીના ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા સોમવારે 11 કલાકે ચુંટણી અધિકારી અને જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ગોધરાની અધ્યક્ષતા હેઠળ શરૂ કરાઈ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, મેંડેટ લઈ આવેલ હાલોલ ભાજપના ગોપાલભાઈ શેઠ અને તમામ ચૂંટાયેલ પ્રતિનિધિઓની હાજરીમાં ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિહ રાઠોડનું ચેરમેન તરીકે અને કેતનભાઈ શાહનું વાઇસ ચેરમેન તરીકે નામ જાહેર કરેલ. એક માત્ર ઉમેદવારી પત્રબધર્મેન્દ્રસિહ રાઠોડનું ચેરમેન તરીકે ભરાયું. જે મંજૂર કરી અન્ય કોઈ ઉમેદવાર ન હોય રાઠોડ ધર્મેન્દ્રસિંહ ને આગામી અઢી વર્ષ સુઘી ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરતા તમામ હાજર રહેલા સભ્યો એ અભિનંદન પાઠવ્યા અને હાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીનો એજન્ડા કાઢવામાં આવ્યો હતો પણ બીજી ટર્મ હોવાથી વાઈઝ ચેરમેન ની ચૂંટણી કારોબારી મિટિંગમાં થશે તેવુ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટાયેલા પ્રમુખને સર્કિટ હાઉસમાં સાંસદ રાજપાલસિહ જાદવ તથા ડો.યોગેશ પંડયા અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે ફૂલહાર પહેરાવીને અભિનંદન આપ્યા હતા.