કાલોલ અન્નપૂર્ણા ગ્રાહક ભંડાર મંડળીમાં જીલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં 124 કટ્ટા અનાજની ધટ સામે આવી

  • અનાજનો જથ્થો બારોબાર મેનેજર દ્વારા વેચી નાખવામાં આવ્યો.

પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા કાલોલમાં અન્નપૂર્ણા ગ્રાહક ભંડાર નામની મંડળીમાં આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યુંં હતું. તપાસમાં મંડળીના વહીવટમાં ગંંભીર બેદરકારી સામે આવી હતી. સ્ટોક રજીસ્ટર્ડ અને ગોડાઉનમાં જથ્થાની ચકાસણી કરવામાં આવતાં ધઉંના 42 કટ્ટા, ચોખાના 72 કટ્ટા, ખાંડ-4 કટ્ટા, તુવેરદાળ-2 કટ્ટા, ચણા-4 કટ્ટાની ધટ મળી કુલ 124 કટ્ટાની ધટ સામે આવતાંં જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા તમામ તાલુકાઓની સસ્તા અનાજની દુકાનોમાં સરકારી અનાજનો જથ્થો કાર્ડ ધારકને નહિ આપી બારોબાર વેચી દેવાની ફરિયાદોને લઈ અનેક સ્થળે જીલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા તપાસ કરી અત્યાર સુધી લાખો રૂપીયાના સરકારી અનાજના જથ્થાની વધ-ધટ ઝડપી પાડવામાં આવી છે અને આવી સરકારી સસ્તા અનાજની દુકાનોના પરવાના કાયમી તેમજ 90 દિવસ માટે રદ કરવામાં આવ્યા છે. સાથે સરકારી અનાજ વેચી નાખનાર સરકારી સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને પાસા હેઠળ જેલ ભેગા કરવામાં આવ્યા છે. તેમ છતાં સરકારી સસ્તા અનાજની જથ્થાનુંં વિતરણ કરતાં સંચાલકોના ગોરખધંધા હજી પણ ચાલુ રાખ્યા છે.

પંચમહાલ જીલ્લા નાયબ કલેકટર અને જીલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા કાલોલની અન્નપૂર્ણા ગ્રાહક ભંડાર નામની મંડળી ઉપર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. મંડળીની તપાસમાં સ્ટોક રજીસ્ટર્ડ અને ગોડાઉનના જથ્થાની મેળવણી કરવામાં આવી હતી. જેમાં અનાજના 124 કટ્ટાની ધટ જણાઈ આવી હતી. જેમાં ધઉંના -42 કટ્ટા કિંમત 57,537/-રૂપીયા, ચોખા 72 કટ્ટા કિંમત 1,40,010/-રૂપીયા, ખાંડના-4 કટ્ટા કિંમત 9,310/-રૂપીયા, તુવેરદાળ-2 કટ્ટા કિંમત 11,060/-રૂપીયા, ચણાના-4 કટ્ટા કિંમત 11,510/-રૂપીયાનો જથ્થાનો કાળાબજારમાં વેચી નાખવાનુંં કૌભાંંડ તપાસ દરમિયાન સામે આવ્યું. કાલોલ સરકારી સસ્તા અનાજની દુકાનમાં તપાસ દરમિયાન મંડળીના મેનેજર ભાનુપ્રસાદ જોષી દ્વારા સરકારી અનાજની ચોરી કરવામાં આવી હતી. કાલોલ અન્નપૂર્ણા ગ્રાહક ભંડાર મંડળીમાંં તપાસમાંં 124 કટ્ટા અનાજ કિંમત 2,32,467/-રૂપીયાની ચોરી પકડાઈ જવા પામી છે. સરકારી અનાજ ચોરીમાં મેનેજર સિવાય અન્યની ભૂમિકા છે કે, તપાસમાં સામે આવશે. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.