
- કોર્ટ બિલ્ડીંગ આગળના દબાણ હટાવવાની કામગીરી બંધ કરાઈ.
કાલોલ, કાલોલ નગરમાં શુક્રવારે સવારે 11:00 કલાકે પ્રોબેશન ઉપર કાલોલ ખાતે મુકાયેલા પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી ની અધ્યક્ષતામાં કાલોલ પોલીસ સ્ટાફ તેમજ આ દબાણો હટાવવા માટે સ્પેશિયલ મૂકવામાં આવેલ પીઆઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફ કાલોલ ખાતે ફરજ બજાવતા પ્રો ડીવાયએસપી અને નગરપાલીકા સ્ટાફ તેમજ માર્ગ મકાન વિભાગના કર્મચારીઓની હાજરીમા કાલોલની અંબિકા સોસાયટી થી બોરૂ રોડ સુધીના હાઇવે ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે અંબિકા સોસાયટીનું નામ દર્શાવતું બોર્ડ કે જે કોઈપણ રીતે નડતરરૂપ ન હોતું તેમ છતાં આ બોર્ડને હટાવવાની કામગીરી કરવામાં આવતા સોસાયટીના રહીશો અને આગેવાનો દ્વારા કાલોલના ભાથીજી મંદિર તેમજ પોસ્ટ ઓફિસ વિસ્તારમાં માથાનો દુખાવો બની ગયેલા કાયમી દબાણો કયા કારણે દૂર કરવામાં આવતા નથી અને આ દબાણો ક્યારે દૂર કરશો. તેવા ધારદાર પ્રશ્નોનો મારો ચલાવી વાતાવરણ મા ગરમાવો લાવી દીધેલો, જેનો જવાબમાં ડેપ્યુટી કલેક્ટર દ્વારા દર અઠવાડિયું દબાણ હટાવવાની કામગીરી ચાલશે. તમે ભાથીજી મંદિર બાબતના દબાણની અરજી નગરપાલિકાને આપી દો તેવી વાત કરતા વાતાવરણ ઓર ગરમાયું હતું રોડ ઉપરના મુખ્યમંત્રીના મોટ મોટા હોર્ડિંગ પણ દુર કરો તેવી સ્થાનિકો એ રજુઆત કરી ફૂટપાથ ઉપર મુકાયેલ લારી ગલ્લા દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઘણી બધી લારીના માલિકો પોતાના જાતે દબાણ દૂર કરતા જોવા મળેલા અને જે લારી ગલ્લાના માલિકો હાજર નહોતા તેવા લારી ગલ્લા તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલા. દબાણ રૂપ બનતા હોર્ડીંગ, જાહેરાતના બોર્ડ તેમજ સરનામું આપતા સાઈન બોર્ડ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. જેમાં કેટલાક ગેરેજ, એડવોકેટ,ઝેરોક્ષના નામો વાળા બોર્ડ પણ ઉખાડી નાખવામાં આવ્યા હતા. દુકાનની આગળ શેડ બનાવી દબાણ કરતા દુકાનદારોના આવા શેડ પણ તોડી નાખવામાં આવ્યા હતા. પોલીસ લાઈન પાસે એક ગલ્લો જેસીબી થી તોડી પાડવામાં આવ્યો હતો અને એક પાર્લરનો દબાણ વાળો શેડ દુર કરવામાં આવેલ પેટ્રોલ પંપ પાસે ઉભા રહેતા ટેમ્પાના માલિકોને સ્થળ ઉપર જ મેમો આપી ટેમ્પા દીઠ રૂ 500/નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. કાલોલ તાલુકા પંચાયત પાસે ઉભી રહેતી સંખ્યાબંધ લારીના લારી માલિકોએ પોતાની જાતે પોતાની લારીઓ ખસેડી લીધી હતી. કાલોલમાં દબાણો દુર કરવાની માહિતી મળતાની સાથે જ કાલોલના ભાથીજી મંદિરના દબાણ આપો આપ દૂર થઈ ગયા હતા અને આખો રસ્તો સાફ જોવા મળેલ. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ પાસે ઉભી રહેતી લારીના લારી માલિકો દ્વારા પણ પોતાની લારીઓ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કુલ મળીને કાલોલ નગરમાં આજરોજ હાઇવે ઉપરના દબાણો દૂર કરવાની તંત્ર દ્વારા કામગીરી કરવામાં મ આવેલી અને હાઇવે ઉપર આવેલી સોસાયટીના નામ વાળા બોર્ડ અને દુકાનોના શેડ દૂર કરતા બીજા વિસ્તારોમાં ટ્રાફિકને નડતર રૂપ દબાણ કેમ દૂર નથી કરાતા તેવા વેધક પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. કોઈક અગમ્ય કારણોસર બપોરે 2:30 કલાકે નવા બંધરહેલ કોર્ટની બિલ્ડિંગ થી આગળના દબાણ હટાવવાની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. જેથી બોરૂ રોડ સુઘીના દબાણો હટાવવાની વાત ફારસરૂપ સાબિત થઈ હતી.
