કાલોલ અંબિકા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા 25 વર્ષિય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં મોત નીપજતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ અંબિકા સોસાયટીમાં વિઠ્ઠલભાઈ ડાહ્યાભાઈ પટેલના મકાનમાં ભાડે રહેતા બલરામ સુખદેવ ટેલર(ઉ.વ.25, રહે.સેમલિયાહીસના, દલોદા, મંદરસોૈર, એમ.પી.)એ તા.31 જુલાઈના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં મરણ જતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ફરિયાદ નોંધાવવા પામી છે.