કાલોલ, કાલોલ તાલુકાના અંબાલા ગામના ફરિયાદી સાલમસિંહ ઉદયસિંહ રાઠોડની ફરિયાદને આધારે ટોપનદાસ પોહુમલ કામનાની એ ખેતીની ઉપજમાં ઘઉં અને બાજરી ખરીદી બાકી નાણા પેટે આરોપીએ 1,72,685 નો સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા નો ટીંબા શાખાનો ચેક આપેલ હતો. જે ફરિયાદીએ સનશોલી બ્રાન્ચ મા જમા કરાવતા અપૂરતા ભંડોળને કારણે પરત થયો હતો. જેથી કેસ તા 12/09/2018 ના રોજ દાખલ કરેલ હતો. ફરિયાદી તરફે આર.બી.પરમારની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી કાલોલ કોર્ટના એડી ચીફ જ્યું મેજી આર.જી. યાદવે ચુકાદો આપતા ટિંબા ખાતેના ગણેશ ટ્રેડર્સના આરોપી ટોપનદાસ પોહુમલ રે ગોધરાને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. અત્યારે જે જે લોકો નાણાં લઈ નહીં ચૂકવતા તત્વો સમગ્ર પંચમહાલ જીલ્લા અને કાલોલ તાલુકામાં ક્રેડિટ સોસાયટી અને બેંકો માંથી નાણા લઈ ચેક આપી જે ધિરાણ લઈ ગયા છે. એવા લોકો આ ચેક રિટર્નનો ચુકાદો ધ્યાને લઈ લીધેલા નાણા સમયસર પરત ન કરે એવા લોકો માટે આ ચુકાદો દાખલા રૂપ છે.