કાલોલ,
પંચમહાલ જિલ્લાના કાલોલ મામલતદાર કચેરી ખાતે કાલોલ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી સમક્ષ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશભાઈ બારિયા દ્વારા બોરૂં રોડ ઉપર આવેલા ચૂંટણી કાર્યાલય ઉપરથી કાર્યકરો સાથે રેલી સ્વરૂપે ઢોલ નગારા સાથે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે કાલોલ વિધાનસભાના કાલોલ તાલુકા સંગઠનના હોદ્દેદાર અને ઘોઘંબા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોએ હાજરી આપી હતી અને ઉમેદવાર સાથે અડીખમ ઉભા રેહવાનો દાવો પણ કર્યો હતો. ચૂંટણી અધિકારીની સમક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ આમ આદમી પાર્ટીના હોદ્દેદાર અને કાર્યકરો આગેવાનો સાથે મોટી સંખ્યામાં રેલી યોજી હતી.