કલમ ૩૭૦ હટાવ્યા બાદ પહેલી ચૂંટણીમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ભાજપને પાછળ છોડી દીધું

શ્રીનગર, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધને કારગિલના લદ્દાખમાં થયેલી સ્વાયત્ત હિલ વિકાસ પરિષદની ચૂંટણીમાં ભાજપને હરાવી દીધું છે. વર્ષ ૨૦૧૯માં આર્ટિકલ ૩૭૦ રદ થયા બાદ અહીં પહેલી ચૂંટણી યોજાઈ હતી. લદ્દાખ પરિષદીય ચૂંટણીની ૨૬ સીટ માટે થયેલી મતગણતરી કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ભાજપને પાછળ છોડી દીધું છે. ૨૨ સીટ માટે થયેલી ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને ફાળે ૮ અને નેશનલ કોન્ફરન્સે ૧૧ સીટ પર જીત મેળવી છે જ્યારે ભાજપને ૨ અને અપક્ષ ઉમેદવારને ૧ જ સીટ મળી છે.

જાણકારી મુજબ કોંગ્રેસે રામબીરપોઆ, પશકુમ, ચોસ્કોર, ચિક્તન અને તાઈસુર સીટ પર પોતાની જીત નોંધાવી છે. જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષે જીત બાદ ધન્યાવાદ આપતા કહ્યું- કે જશ્ર્નની તસવીરની સાથે સાથે તમામને ધન્યવાદ. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે- તેમની પાર્ટીએ ૧૦ વર્ષ બાદ આ ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી છે.

ચૂંટણીના પરિણામ પર કોંગ્રેસના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર લખવામાં આવ્યું- લદ્દાખ કારગિલ હિલ કાઉન્સિલ ચૂંટણીમાં કોંગ્રેસની શાનદાર જીત થઈ છે. આ નફરત વિરુદ્ધ મોહબ્બતની જીત છે. કોંગ્રેસ પર લોકોના વિશ્ર્વાસની જીત છે. પ્રેમ અને વિશ્ર્વાસની જીત યથાવત રહેશે. જોડાશે ભારત, જીતશે ઈન્ડિયા.

પીડીપીના પ્રમુખ મહબૂબા મુફ્તીએ કહ્યું કે- કારગિલમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જેવી ધર્મનિરપેક્ષ પાર્ટીઓ જીતી તે ખુશીની વાત છે. પીડીપી ચૂંટણી લડ્યું ન હતું. તેમણે ટ્વીટ કર્યું કે- નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જેવી ધર્મનિરપેક્ષ પાર્ટીઓએ કારગિલમાં જીત નોંધાવી તે ખુશીની વાત છે. પાંચમા એલએએચડીસી ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનના આંકડા મુજબ કારગિલ જિલ્લામાં લગભગ ૬૫ ટકા મતદાતા મતદાનમાં સામેલ થયા.

ગત મહિનાની શરુઆતમાં લદ્દાખ પ્રશાસને સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કારગિલ ક્ષેત્રમાં પાંચમાં લદ્દાખ-કારગિલ હિલ કાઉન્સિલ ચૂંટણી માટે નવા કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ નોટિફિકેશન ત્યારે આવ્યું જ્યારે સુપ્રીમ કોર્ટે આગામી ચૂંટમી માટે નેશનલ કોન્ફરન્સના પાર્ટી ચિન્હને માન્યતા આપતા કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનની ગત ચૂંટણી એફિડેવિટને રદ કરી હતી. કેમકે નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર નોમિનેશન દાખલ કરવામાં સક્ષમ ન હતા. એફિડેવિટ મુજબ ૩૦ સભ્યવાળી એલએએચડીસીની ૨૬ સીટ માટે ૪ ઓક્ટોબરે ચૂંટણી થઈ હતી.

હાલની પરિષદની અધ્યક્ષતા નેશનલ કોન્ફરન્સના ફિરોઝ અહમદ ખાન કરી રહ્યાં છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા નેશનલ કોન્ફરન્સની સાથે હાથ મિલાવી લીધો અને ૨૨ ઉમેદવારોના મેદાનમાં ઉતર્યા. નેશનલ કોન્ફરન્સે ૧૭ ઉમેદવાર ઉતાર્યા. બંને પાર્ટીઓએ કહ્યું કે આ વ્યવસ્થા તે ક્ષેત્રો સુધી સીમિત છે જ્યાં ભાજપની સામે કડક મુકાબલો છે. ગત ચૂંટણીમાં એક સીટ જીતનારી અને બાદમાં પીડીપીના બે કોર્પોરેટરને પાર્ટીમાં સામેલ કરીને પોતાની સંખ્યા ત્રણ સુધી પહોંચાડનાર ભાજપે આ વખતે ૧૭ ઉમેદવાર ઉતાર્યા હતા. આપએ ચાર સીટ પર પોતાનું નસીબ અજમાવ્યું હતું જ્યારે ૨૫ અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતા.