- તમારે ક્યારેય તમારું વચન તોડવું જોઈએ નહીં. ભલે આ માટે તમારે જીવ ગુમાવવો પડે.
નવીદિલ્હી, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના પ્રમુખ મહેબૂબા મુફ્તી એ બુધવારે કહ્યું કે તેઓ ખૂબ જ ખુશ છે કે સુપ્રીમ કોર્ટ કલમ ૩૭૦ મામલે સુનાવણી કરી રહી છે. આ દરમિયાન તેણે ભગવાન રામનો પણ ઉલ્લેખ કર્યો. કલમ ૩૭૦ નાબૂદને પડકારતી અરજીઓ પર ચાલી રહેલી સુનાવણીમાં ભાગ લેવા માટે તે બુધવારે નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે બહુમતીવાદના આધારે દેશ ન ચલાવી શકાય. આ દેશ બંધારણ પ્રમાણે ચાલશે.
ભગવાન રામ અને તેમના રઘુ વંશનો ઉલ્લેખ કરતા પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબાએ કહ્યું, ’આપણને આ દેશની સુપ્રીમ કોર્ટમાં હજુ પણ વિશ્ર્વાસ છે. હું તેમને અપીલ કરવા માંગુ છું કે દેશ રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાયે પર વચન ના સિદ્ધાંતમાં માને છે. તેમણે કહ્યું કે હિન્દુ પૌરાણિક કથાઓમાં ભગવાન રામ સાથે સંબંધિત રઘુ વંશ આ સિદ્ધાંતમાં માનતા હતા કે તમારે ક્યારેય તમારું વચન તોડવું જોઈએ નહીં. ભલે આ માટે તમારે જીવ ગુમાવવો પડે.
તેમણે કહ્યું કે કલમ ૩૭૦ નાબૂદ કરવાનો મુદ્દો ૧૯૪૭માં ભારતના લોકો અને કાશ્મીરના મૂળ રહેવાસીઓને આપેલા વચન સાથે સંબંધિત છે. મહેબૂબા મુફ્તી એ કહ્યું, ’હું ખૂબ જ ખુશ છું કે સુપ્રીમ કોર્ટ આની સુનાવણી કરી રહી છે (કલમ ૩૭૦ નાબૂદીને પડકારતી અરજીઓ). આ માત્ર કાનૂની મુદ્દો નથી. જમ્મુ-કાશ્મીરના લોકો માટે તે ભાવનાત્મક મુદ્દો છે. જમ્મુ-કાશ્મીરના લોકોનો અવાજ બનવા બદલ અમે વકીલોના આભારી છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી દલીલોએ શાસક પક્ષ ભાજપનો પર્દાફાશ કર્યો છે કે કેવી રીતે તેઓએ ભારતીય બંધારણને નષ્ટ કરવા સંસદમાં તેમની બહુમતીનો દુરુપયોગ કર્યો. તેઓએ જમ્મુ-કાશ્મીરના લોકોનો વિશેષ દરજ્જો છીનવી લીધો છે. આજે આઈડિયા ઓફ ઈન્ડિયા ટ્રાયલ પર છે. દેશનું બંધારણ, ન્યાયતંત્ર અને લોકશાહી વ્યવસ્થા આજે ક્સોટી પર છે.
તેમણે કહ્યું કે તેઓ સંતુષ્ટ છે કે અદાલતે કેન્દ્રની દલીલને સ્વીકારી નથી કે કલમ ૩૭૦ ની જોગવાઈઓ નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરના અગાઉના રાજ્યમાં પરિસ્થિતિમાં સુધારો થયો છે. મુફ્તી એ દાવો કર્યો હતો કે છેલ્લા પાંચ વર્ષમાં ઘણા કાશ્મીરી પંડિતોને ઘાટી છોડવાની ફરજ પડી છે.