ગોધરા, ગોધરા તાલુકાના કાંકણપુર ગામની બેંક ઓફ બરોડા ખાતે નવા ખાતા ખોલવા માટે લોકોને ધક્કા ખાવા પડતા હોવા સાથે બેંકના મેનેજર દ્વારા સર્વર ડાઉન હોવાનુ એકજ જવાબ મળતો હોય છે.ખાતેદારો સાથે બેંક સ્ટાફ અસભ્ય જેવું વર્તન કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું હોય ત્યારે અહીં બેંકનો સ્ટાફ નવો મુકવામાં આવે એ પણ જરૂરી છે.
ગોધરા તાલુકાના કાંકણપુર ગામમાં આવેલ બેંક ઓફ બરોડા ખાતે નવા ખાતા ખોલવા માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બેંક ખાતે લોકો નવું ખાતું ખોલાવા જાય ત્યારે બેંક ના સ્ટાફ દ્વારા સર્વર ડાઉન છે, પછી આવજો તેમજ કહેતા હોય છે. જ્યારે બીજા દિવસે પણ આજ જવાબ અહીંના સ્ટાફ નો મળવા સાથે બહારથી ખાતું ખોલાવી દો એમ કહેતા હોય છે. બેંકના સ્ટાફ દ્વારા બેંક ખાતે નવા ખાતા ખોલાવવા ગયેલા લોકોને યોગ્ય જવાબ પણ આપી શકતા નથી. બેંક ખાતે રૂપિયા ઉપાડવા માટે અને ભરવા માટે એક એક કાઉન્ટર હોવાથી અહીં આવતા ખાતેદારોને પણ મહિનાના શરૂઆતના દિવસોમાં ભારે તકલીફ પડતી હોવા સાથે સમયનો પણ વેડફાટ થતો હોય તેમજ અહીંના સ્ટાફનો બેંક ખાતે આવતા લોકો જ્યારે બેંકની કોઈ પણ બાબતે પૂછપરછ કરે. ત્યારે સંતોષકારક જવાબ મળતો નથી. જાગૃત નાગરીક દ્વારા બેંક ઓફ બરોડાની વડી કચેરી ખાતે બેંક ખાતે નવું ખાતુ ખોલાવા કોઈ તકલીફ પડે નહિ અને અહીનો બેંક ઓફ બરોડાનો સ્ટાફ બદલાય એ માટે રજૂઆત કરનાર છે. બેંક ઓફ બરોડાના મુખ્ય શાખા દ્વારા આ ઉપરોક્ત બાબતની ગંભીરતાથી લેવામાં આવીને ઉપરોકત બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવે, જેથી બેંક ખાતે નવા ખાતા ખોલવા આવેલા લોકોને કોઈ તકલીફ પડે નહિ અને ખાતેદારોને વધુ સુવિધા મળી શકે તો નવાઈ નહી.