ગોધૅરા, શ્રી જે. એલ. કે. કોટેચા આર્ટ્સ શ્રીમતિ એસ. એચ. ગાર્ડી કોમર્સ કોલેજ કાંકણપુરમાં „ N.S.S. વિભાગ દ્વારા ઓરીએન્ટેશન પોગ્રામ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસ.પી.ટી. કોલેજના„ N.S.S. P.O. અને સાયન્સ વિભાગના બોટની વિષયના ડો.રૂપેશ નાકર વ્યક્તિ વિશેષ તરીકેN.S.S. વિષેની સંપૂર્ણ માહિતી વિધાર્થીઓને આપી હતી. આ પોગ્રામમાં કુલ 80 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીને કોલેજના આચાર્ય ડો.જગદીશ પટેલ દ્વારા શાબ્દિક અભિવાદન કરવામાં આવ્યું હતું. ડો.રૂપેશ નાકર ગુલદસ્તાથી સ્વાગત કોલેજના સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક ડો.પ્રવીણ અમીન કર્યું હતું. કોલેજના આચાર્ય જગદીશ પટેલ સાહેબનું સ્વાગત હિન્દી વિષયના અધ્યક્ષ ડો.જે.એલ. પટેલ કર્યું હતું. આ ઉપરાંત કોલેજના નવયુક્ત કોલેજના N.S.S. P.O. નું સ્વાગત કોલેજના ભૂતપૂર્વ N.S.S. P.O. ડો.મહેશભાઈ રાઠવા કર્યું હતું. ઉપરાંત સંપૂર્ણ સ્ટાફમિત્રોએ પોગ્રામમાં હાજર રહી કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના નવયુક્ત N.S.S. પોગ્રામ ઓફિસર ડો.સાબતસિંહ એલ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ ડો.મહેશભાઈ રાઠવા કરી હતી. આમ આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.