કાકણપુર ખાતે આવેલા સેવાશ્રમ વૃદ્ધાશ્રમ ખાતે ગરમ ધાબળાનુ વિતરણ કરવામાં આવ્યુ

ગોધરા,

સેવાશ્રમ વૃદ્ધાશ્રમ તળાવ રોડ કાંકણપુરના વૃદ્ધોને શિયાળાની કડકડતી ઠંડીના માહોલને જોઈને બેંક ઓફ બરોડામાં સર્વિસ કરતા સેવાભાવી કર્મચારી રવીન્દ્ર રામ રવિ, ઈસાઈ ચરણ, વી.પ્રભાકર રાવ તરફથી સેવાશ્રમ વૃદ્ધાશ્રમ કાંકણપુરમાં હાલ રહેતા 28 વૃદ્ધોને ઠંડી સામે રક્ષણ મળે તેમજ વૃદ્ધોની તબિયત સચવાય તે હેતુથી વૃદ્રોને ગરમ કપડાનુ વિતરણ કરવામાં આવ્યુ તેમજ વૃદ્ધોને ફ્રુટનુ પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ.