મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખાટા ગામે એક 22 વર્ષીય યુવકનો કુવામાંથી મૃતદેહ મળી આવ્યો છે. ખાંટા ગામનો હર્ષ યોગેશભાઈ પટેલ નામક યુવક ગત 8 તારીખે પોતાના ઘરેથી રાત્રીના સમયે ગુમ થયો હતો. ત્યારબાદ પરિવારજનોએ તેની શોધખોળ હાથધરી હતી. બે દિવસ જેટલો સમય વિતવા છતાં હર્સ પોતાના ઘરે પરત ન આવતા પરિવારજનો દ્વારા વિરપુર પોલીસ મથકે ગુમ થયા અંગેની જાણવાજોગ આપી હતી. ત્યારે પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી હતી. ત્યારે આજે મૃત હાલતમાં હર્ષનો મૃતદેહ મળી આવ્યો છે. સમગ્ર બનાવ અંગે વીરપુર પોલીસ સ્ટેશનના ઙજઈં સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હર્ષ પટેલ 8 માર્ચે રાત્રીના સમયે ગુમ થયો હતો. ત્યારે પરિવારજનો દ્વારા 10 તારીખે વીરપુર પોલીસ મથકે ગુમ થયાની જાણવાજોગ આપી હતી. ત્યારે આજે હર્ષના કાકાના જ કૂવામાંથી હર્ષનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ તથા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પીએમ અર્થે વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી અને વધુ તપાસ હાથધરી છે. ત્યારે પરિવારનો 22 વર્ષીય યુવક ગુમ થયા બાદ મૃત્યુ નીપજતા પરિવારમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી છે.