કૈવલ સંપ્રદાય દ્વારા જગદ્દગુરૂ ભાવવંદના અને પાદુકાપૂજન કાર્યક્રમ યોજાયો

નદીસર,અખિલ ભારતીય સંત સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ કૈવલજ્ઞાન સંપ્રદાય ગુરૂગાદી ના સપ્તમ કુવેરાચાર્ય અવિચલદાસ મહારાજની જગદ્દગુરૂ ભાવ વંદના અને પરમગુરૂં પાદુકપુજન કાર્યક્રમ ગોધરા તાલુકાના નદીસર શહેરા તાલુકાના મોરવા (રે) ઉંજડા તેમજ વકતાપુરા ગામે યોજવામાં આવ્યો હતો. જેમાં ગોધરા તાલુકાના નદીસર ગામે અવિચલદાસ મહારાજનું કૈવલ સંપ્રદાયના અનુયાયી તેમજ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બેન્ડની ભક્તિમય સુરાવલી વચ્ચે ગામના માર્ગ પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જ્ઞાન સભા સ્થળે પાદુકા પૂજન તેમજ ગુરૂપૂજન અને વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા અવિચલદાસ મહારાજે ગુરૂવંદના અને પાદુકા પૂજન વિશે સત્સંગીઓને માહિતી આપી હતી અને જયારે સમરસતા અંગે સૌને તમામ સમાજને સાથે લઈને ચાલવા સમજણ આપીને સામાજીક સમરસતા બાબતે બાબા સાહેબઆંબેડકરની દેશ પ્રત્યેની નિષ્ઠાને યાદ કરી હતી.

આ પ્રસંગે કૈવલ સંપ્રદાયના અનુયાયી, આગેવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.