કડવાલ આંગણવાડી ખાતે હિપેટાઇટીસ ડે ની ઉજવણી અન્વયે હેલ્થ કેમ્પ કરવામાં આવ્યો

તા.19.7.2024 નારોજ જીલ્લા ક્ષય અને HIV. અધિકારી આર.ડી.પહાડીયાના માર્ગદર્શન હેઠળ વર્લ્ડ હિપેટાઇટીસ દિવસની ઉજવણીના ભાગરૂપે હેલ્થ ફાઉન્ડેશન રિસર્ચ સેન્ટર દ્વારા કદવાલ (આંગણવાડી ખાતે) નોન કેચમેન્ટ એરિયા ખાતે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોજેક્ટ મેનેજર કાઉન્સેલર આઉટરીચ વર્કર -ઝાલોદ ICTC કાઉન્સિલર ઝાલોદ STI કાઉન્સેલર અને ઝાલોદના LT હાજર રહ્યાં હતા. પ્રોજેકટ મેન્જર STI-ICTC કાઉન્સેલર દ્વારા HIV, TB, હિપેટાઇટિસ, સિફિલિસ વિશે માહીતી આપવામાં આવી અને લાભાર્થીઓની આરોગ્યલક્ષી તપાસ જેવી કેHIV, VDRL હિપેટાઇટિસ,વગેરે માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 65 લોકોના HIV/VDRL/HBSAg-B/C ના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા.