દાહોદ, તારીખ 06.07.2023 નારોજ કદવાલ પ્રાથમિક શાળા ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત અને ડાયટ દાહોદ આયોજીત બાલવાટિકા તાલીમમાં નૈલેશ એન. મુનિયા દ્વારા આકસ્મિક મુલાકાત કરી. તાલીમ વર્ગના પ્રાર્થના સભામાં હાજરી આપી અને બાલ વાટિકાને અનુરૂપ વિવિધ વાતો કરી અને શિક્ષકો તેમજ તજજ્ઞને માર્ગદર્શિત કર્યા. તેમજ NEP રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બાલ વાટિકા ના મહત્વ અને કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.