મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કેટલાક ગામડાના લોકોને ચોમાસું કેવી રીતે પસાર કરવું એ ચિંતા સતાવી રહી છે. કારણ કે અહીં ચોમાસું આવતા જ અવરજવરનો રસ્તો જ બંધ થઈ જાય છે. ચોમાસુ બેસતા જ થોડાક વરસાદમાં વણસોલ માર્ગનો રેલવેનો અંડરપાસ પાણીથી ભરાઈ જાય છે. અંડર પાસ પાણીછી ભરાઈ જવાને લઈ લોકોની અવરજવર બંધ થઈ જાય છે.
આ અંગે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં પણ તેનો કોઈ જ ઉકેલ આવતો નથી.કડી તાલુકામાં વણસોલ માર્ગ પાસેનો અંડર પાસ આમ પણ તંત્રએ સાંકડો બનાવ્યો છે અને હવે તેમાં થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા છે.