કડીના દેઉસણામાં દિવાલ ધરાશાયી થતા કિશોરનું નિપજયું મોત

કડીના દેઉસણામાં દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું. આ બનાવ દેઉસણા ગામમાં બનવા પામ્યો. જ્યાં ગામમાં ST સ્ટેન્ડની દિવાલ ધરાશાયી થઈ. દીવાલ ધરાશાયી થતા કિશોરનું મોત થયુ. કિશોર પર બસ સ્ટેન્ડની દીવાલ પડતા મોત નિપજયું.

નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લાક કેટલાક દિવસથી ભારે વરસાદનો માહોલ છે. ભારે વરસાદને પગલે અનેક સ્થાનો પર પાણી ભરાયા છે. તો કેટલાક સ્થાનો પર વરસાદી પાણીના કારણે દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. વરસાદી પાણીના કારણે મકાનોનો દિવાલોને અસર થઈ રહી છે. તો અંડરપાસ પુલમાં પાણી ભરાઈ ગયા છે. પુલ પાસેનો રોડ પણ ધસી રહ્યો છે. આવી સ્થિતિમાં માર્ગો પર અવર-જવર કરતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેતીની નુક્સાન થઈ રહ્યું છે તો દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ બનતા વ્યક્તિઓ મોતનો ભોગ બની રહી છે.