કડીમાં વાળ કપાવીને ઘર તરફ જઈ રહેલા યુવકને હનુમંત પ્લાઝા પાસે અકસ્માત નડ્યો, સારવાર દરમિયાન કરુંણ મોત

કડી તાલુકાના બોરીસણા ગામનો યુવક પોતાનું બાઈક લઈને કડી ખાતે આવ્યો હતો અને વાળ કપાવીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન કડીના હનુમંત પ્લાઝાથી કરણનગર રોડ તરફ જતા રોડ ઉપર સામેથી આવી રહેલી કારે બાઈક લઈને બોરીસણા તરફ જઈ રહેલા યુવકને ટક્કર મારતા ઘટના સ્થળે તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. જેને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વધુ ઇજાઓ પહોંચતા તેને શીલજ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બુધવારે તેનું કરુણ મોત થતા પરિવારમાં શોક પસરી ગયો હતો.

કડી તાલુકાના બોરીસણા ગામે રહેતા દિનેશજી ઠાકોર જેઓ ખેતીવાડી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને તેમનો એકના એક દીકરો કરણ ઠાકોર જેતપુર ખાતે આવેલ હેસ્ટર કંપનીમાં નોકરી કરી રહ્યો છે. તેને બે પુત્રીઓ છે અને પરિવાર સાથે જ રહે છે. કરણ ઠાકોર પોતાનું બાઈક લઈને કડી ખાતે વાળ કપાવવા માટે આવ્યો હતો અને વાળ કપાવીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન હલમંત પ્લાઝા પાસે પહોંચતા તેને અકસ્માત નડ્યો હતો. બાઈક લઈને જઈ રહેલા બોરીસાણાના યુવકને સામેની બાજુથી આવી રહેલી કારે તેને ટક્કર મારી હતી. જ્યાં ઘટના સ્થળે તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી.

કડીના બોરીસણા ગામના દિનેશજીનો પુત્ર કરણ સોમવારે પોતાનું બાઈક નંબર GJ.2 EB.4517 લઈને હેસ્ટર કંપનીમાં નોકરી માટે ગયો હતો. સાંજના સમયે કરણ પોતાનું બાઈક લઈને કડી ખાતે આવ્યો હતો. જ્યાં તેની માતાએ તેને ફોન કર્યો હતો કે બેટા ક્યાં આગળ છે તો કરણે કહ્યું હતું કે, મમ્મી હું કંપનીમાં ઓવર ટાઈમ નોકરી કરીને કડી વાળ કપાવીને ઘરે આવીશ. કરણ વાળ કપાવીને પોતાનું બાઈક લઈને કડીથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન હનુમંત પ્લાઝાથી કરણ નગર રોડ તરફ જતા રોડ ઉપર પહોંચતા સામેથી આવી રહેલી ગાડી નંબર GJ.2 CA.5244 ચાલકે ટક્કર મારતા કરણ પોતાના બાઈક સાથે રોડ ઉપર ધડાકાભેર પછડાયો હતો. જ્યાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

કરણને કડીના હનુમંત પ્લાઝા પાસે અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યાં કરણને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. કરણને માથાના તેમજ અન્ય ભાગે ગંભીર રીતે ઇજાઓ પહોંચતા તેને શીલજ ખાતે આવેલ હેલ્થ વન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બુધવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પિતાના એકના એક પુત્રનું અને બે દીકરીઓના પિતાનું કરુણ મોત થતા પરિવારમાં શોખ પસરી ગયો હતો. ઘટનાને લઇ કડી પોલીસે ગાડી ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.